વ્યારા ચીખલી રોડ ખાતે આવેલ ડો.શૈલેન્દ્ર હોસ્પિટલનાં સંચાલક ડોક્ટર સામે નોકરી છોડી ગયેલી બે મહિલા કર્મચારી દ્વારા બળાત્કાર અને છેડતીનાં ગંભીર આક્ષેપ કરી પોલીસમાં ફરિયાદ આપી હતી. જયારે સામે ડોક્ટરની પત્ની દ્વારા પણ અગાઉથી જ નાણાંકીય ઉચાપતની બંને મહિલાઓ સામે અરજી થઈ હોવાનું પોલીસ જણાવી રહી છે અને હાલ અરજીઓનાં આધારે પોલીસ તપાસ કરી રહી છે.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વ્યારા ખાતે ડો.શૈલેન્દ્ર હોસ્પિટલનાં સંચાલક ડોક્ટર શૈલેન્દ્ર આર.ગામીત વિરુદ્ધ હોસ્પિટલમાં મેનેજમેન્ટ તરીકે ફરજ બજાવી નોકરી છોડીને જતી રહેલી બે મહિલા દ્વારા બળત્કાર અને છેડતી જેવા ગંભીર આક્ષેપ કર્યા છે. જે અંગે બંને મહિલાઓ દ્વાર ગત તારીખ 29 જુનનાં રોજ પોલીસ અધિક્ષકની કચેરીમાં લેખિત ફરિયાદ પણ આપી હતી.
જેમાં ડોક્ટર સામે એક પેશન્ટના બીલોની નાણાંકીય હેરાફેરી માટે પણ ડોક્ટરે ઉપયોગ કર્યાનો આક્ષેપ કર્યો હતો. પરંતુ બળાત્કારના કહેવાતા ગંભીર આક્ષેપો બાદ પણ એફ.આઈ.આર. થઇ નથી. ત્યારે વ્યારા પી.આઈ. નયન ચૌહાણના જણાવ્યા મુજબ, ડોક્ટરની પત્ની દ્વારા પણ અગાઉથી જ બંને મહિલાઓ સામે નાણાંકીય ઉચાપત કર્યાની અરજી આપવામાં આવી છે. જેથી બંને તરફી અરજી લઇ હાલ તેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500