સુરત શહેરનાં સિટીલાઈટ વિસ્તારમાં આવેલા શિવપૂજા કોમ્પલેક્સમાં મોટી દુર્ઘટના બની છે. શિવપૂજા કોમ્પલેક્સનાં ચોથા માળે જીમ અને સ્પામાં વિકરાળ આગ લાગતા બે મહિલાના મોત નિપજ્યાં છે. જ્યારે અન્ય ત્રણ જેટલા લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જોકે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરાતા 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
મળતી માહિતી મુજબ, શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. આગ લાગી ત્યારે ચાર મહિલા સહિત એક વોચમેન એમ સ્ટાફના 5 લોકો હાજર હતા. અચાનક ધુમાડો નીકળતાંની સાથે જ બે મહિલા અને એક વોચમેન બહાર ભાગ્યા હતા. જ્યારે અન્ય બે મહિલાઓ અંદરની તરફ ભાગીને બાથરૂમમાં ઘુસી ગઈ હતી. જોકે આગ એટલી વિકારળ હતી કે તેનો ધુમાડાના કારણે સ્પામાં કામ કરતી બે મહિલાના ગૂંગળામણના કારણે મોત થયા છે. તેના શરીર પર દાઝ્યાનાં કોઈ નિશાન નથી. બંનેનાં મૃતદેહોને સિવિલ હોસ્પિટલ લઈ જવાયા છે. આ કોમ્પલેક્સને અગાઉ પાંચ વખત ફાયર NOC માટે નોટિસ અપાઈ ચૂકી છે. જીમમાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ હતો, જે અંગે પણ જીમ સંચાલકને નોટિસ ફટકારાઈ હતી. સુરત શહેરના મેયર દક્ષેશ માવાણી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application