Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હીરાનાં વેપારી સાથે રૂપિયા 1.18 કરોડની ઠગાઈ કરનાર બે ઝડપાયા

  • April 03, 2023 

સુરતનાં એક હીરાનાં વેપારી સાથે રૂપિયા 1.18 કરોડની ઠગાઈ કરવાના કેસમાં ગુજરાત પોલીસે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની મદદથી બે જણની ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચનાં એક અધિકારીએ જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસે શનિવારે પશ્ચિમી ઉપનગર કાંદિવલી અને મધ્યમુંબઈનાં લાલબાગમાંથી આરોપીને પકડી પાડયા હતા. વેપારીની નજર ચૂકવી સાચા હીરા તફડાવી તેની જગ્યાએ નકલી હીરા મૂકી દીધા આ સંદર્ભે અધિકારીઓએ  આપેલ વધુ વિગતાનુસાર આ બંને ગઠિયાઓએ ફેબુ્રઆરી મહિનામાં ગુજરાતનાં સુરતના હીરાના વેપારીનો સંપર્ક કર્યો હતો. ધંધા માટે મોટા પ્રમાણમાં હીરા ખરીદી કરવાનું હોવાનું જણાવી બંને હીરા જોવા વેપારીને ત્યાં ગુજરાત ગયા હતા.






હીરા વેપારીએ આ બન્નેને  હીરા દેખાડવાના શરૂ કર્યા હતા. દરમિયાન વેપારીએ એક મોટી થેલીમાંથી હીરા તેમની સામે કાઢ્યા હતા. આ સમયે બન્નેમાંથી એક જણે ચા મગાવવાનું જણાવતા વેપારી આઘાપાછા થયા હતા. આ દરમિયાન આ બન્નેએ તકનો લાભ ઉપાડી અસલી હીરા તફડાવી લઈ નકલી હીરા ત્યાં મૂકી દીધા હતા. ત્યારબાદ આ બંનેએ ફરી હીરા ખરીદવા આવશું તેવું જણાવી ત્યાંથી રવાના થઈ ગયા હતા. વેપારીને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું જણાતાં તેણે ગુજરાત પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી બન્નેને ઝડપી લેવાના પ્રયાસો આદર્યા હતા. ત્યારબાદ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની મદદથી બન્નેને પકડી પાડયા હતા. આરોપીઓની આઈપીસીની કલમ ૪૨૦ (છેતરપિંડી) અને ૧૨૦-બી (ષડયંત્ર) હેઠળ ધરપકડ કરવામાં આવી હતી અને તેમને સુરત પોલીસને સોંપવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application