નવસારીનાં જલાલપોર તાલુકાના ડાભેલ ગામમાં રાત્રિ દરમિયાન અંગત અદાવતને પગલે બે શખ્સ વચ્ચે મારામારી થઇ હતી. આ ઘટનામાં બે ઈસમને માથા અને શરીરના ભાગે ઇજા પહોંચી હતી. ડાભેલ ગામે અંગત અદાવતમાં શોકત એકલવાયા અને આરીફ વાજા વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બાબતે બંનેમાં ચણભણ ચાલુ જ હતી. દરમિયાન બુધવારે ડાંભેલ ગામે શોકત ઉસ્માન એકલવાયા (રહે.ખાડી ફળિયું, તા.જલાલપોર) નાંએ આરીફ વાજા ઊપર હુમલો કરતા તેના માથાના ભાગે ઈજા થઈ હતી.
જેની અદાવત રાખી રાત્રિનાં સમયે શૌકત ઉસ્માન એકલવાયા પેશન પાન હાઉસ પાસે ઊભો હતો ત્યારે અદાવત રાખી ઇજા પામેલ આરીફ વાજા, હારુન વાજા, અકબર વાજા અને શાનુ મેમણે ભેગા મળી લોખંડના સળિયા અને ચપ્પુ વડે શોકત એકલવાયા ઉપર તૂટી પડતા ગંભીર ઇજા પહોંચી હતી. જોકે હુમલાખોરો ભાગી ગયા હતા. મરોલી પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. જયારે વિવાદનું કારણ ડાભેલ ગામે પશુના હવાડાની જગ્યામાં શૌકત મકાન બનાવતો હતો અને આરીફ તેમના વોર્ડનો સભ્ય હોય આ બાબતે કોઈએ ફરિયાદ કરતા મકાન બનાવવાનું બંધ કરાવ્યું હતું. આ બાબતે બંને વચ્ચે અદાવત થઇ હોવાની ચર્ચા ડાભેલ ગામમાં ચાલી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application