મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાના ટીચકપુરા ગામનાં વ્યારા બાયપાસ હાઈવે પર ટીચકપુરા ત્રણ રસ્તા ખાતે સોનગઢથી સુરત જતા ટ્રેક પરથી કારમાં વગર પાસ પરમિટે ભારતીય બનાવટની અલગ-અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂનાં જથ્થા સહીત કુલ રૂપિયા ૧૧.૭૭ લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જયારે આ કામે એક ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસો તારીખ ૧૮/૧૦/૨૦૨૪નાં રોજ વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાયપાસ હાઇવે પર ખાનગી વાહનમાં પ્રોહી. તથા જુગારનાં ગુના અંગેની પેટ્રોલીંગમાં નીકળેલ હતા.
તે દરમિયાન અ.હે.કો. બીપીનભાઈ રમેશભાઇ તથા પો.કો. પ્રકાશ રામાભાઇ નાઓને ખાનગી રાહે સંયુક્ત રીતે બાતમી મળેલ હતી કે, નેશનલ હાઈવે નંબર-૫૩ પર સોનગઢથી સુરત જતા રોડ પર એક ડાર્ક ગ્રે કલરની ટોયોટા ઇનોવા ક્રિસ્ટા કાર નંબર GJ/05/RW/1512માં બે ઇસમો આગળના ભાગે બેસી કારમાં પાછળના ભાગે દારૂનો જથ્થો ભરી સુરત તરફ જનાર છે. જે બાતમીનાં આધારે વ્યારા બાયપાસ હાઇવે ટીચકપુરા ત્રણ રસ્તા ખાતે સોનગઢથી સુરત જતા ટ્રેક પર અલગ-અલગ ટીમ બનાવી વોચમાં હતા.
તે સમયે સોનગઢ તરફથી બાતમીનાં જણાવ્યા મુજબની ઇનોવા ક્રિસ્ટા કાર GJ/05/RW/1512 આવતાં તેને રોકી તેમાં બેસેલ હસન સાજીદ શેખ (ઉ.વ.૪૩., રહે.સુવિધાનગર, ડુંગરાગામ, તા.પારડી, જી.વલસાડ) અને મહેશભાઈ અમ્રતભાઇ હળપતી (ઉ.વ.૩૮., રહે.મંદિર ફાળીયુ, કુંતાગામ,વાપી,જિ.વલસાડ)નાઓને તેમના કબ્જાની ટોયોટા ઇનોવા ક્રિસ્ટા કાર જેની કિંમત રૂપિયા ૮ જેમાં ભારતીય બનાવટની અલગ-અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની નાની-મોટી કુલ ૧૮૭૨ બોટલો મળી આવી હતી.
જેની કિંમત રૂપિયા ૩,૭૨,૬૧૨/-નો પ્રોહી. મુદ્દામાલ તથા મોબાઇલ નંગ ૦૨, રોકડા રૂપિયા, ફાસ્ટેગ સ્ટીકર તથા પતરાની નંબર પ્લેટ ચાર નંગ મળી કુલ રૂપિયા ૧૧,૭૭,૬૧૨/-નાં મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પકડાયેલ બંને ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તેમજ એક આરોપીને વોન્ટેડ જાહેર કરી કરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500