Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બોરીયાચ ટોલનાકા પાસેથી ટ્રકમાં રૂપિયા 2.16 લાખનાં વિદેશી દારૂનાં જથ્થા સાથે બે ઝડપાયા

  • July 22, 2024 

નવસારીનાં નેશનલ હાઈવે ઉપર બોરીયાચ ટોલનાકા પાસેથી નવસારી એલ.સી.બી. પોલીસે બાતમીના આધારે 2.16 લાખનાં વિદેશી દારૂ ભરેલા ટેમ્પા સાથે બે’ને ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસે બાતમીના આધારે નેશનલ હાઈવે નંબર-48 ઉપર બોરીયાચ ટોલનાકા પાસેથી એક ટેમ્પો નંબર MH/01/EM/2490ને રોકી તપાસ કરી હતી.


જેમાંથી પોલીસને 2.16 લાખના વિદેશી દારૂની 1800 નંગ બાટલીઓ મળી આવતા મૂળ ઉત્તરપ્રદેશનાં ગોંડા જીલ્લાનાં પાંઢરી કીપરપાલ તુરકૌલીયામાં અને હાલ મહારાષ્ટ્રના મુંબઈ માંઝગાવ રે-રોડ મારીયમ્મા બાલ મંદિર સામે કૌલાબંદર ઝૂપડપટ્ટીમાં રહેતા મુર્તુઝા મહેરાજઅલી શેખ તેમજ મહારાષ્ટ્રના મુંબઈ માંઝગાવ રે-રોડ મારીયમ્મા બાલ મંદિર સામે કૌલાબંદર ઝૂપડપટ્ટીમાં રહેતા મોહમદહુસેન હૈદરઅલી શેખને ઝડપી પાડ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહીત 3 લાખનો ટેમ્પો અને 10 હજાર રૂપિયાના 2 મોબાઈલ મળી કુલ્લે 5.26 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application