Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહારાષ્ટ્રથી ગુજરાત થઈને રાજસ્થાન લઈ જવાતા રૂ.79 લાખના પોષ ડોડાના જથ્થા સાથે બે ઝડપાયા

  • April 29, 2023 

બનાસકાંઠા જિલ્લાની નેનાવા ચેકપોસ્ટ પાસેથી ધાનેરા પોલીસે ડુંગળીના કટ્ટાની આર્ડમાં મહારાષ્ટ્રના જલગાંવથી રાજસ્થાન લઈ જવાતો 79 લાખનો પોષ ડોડાના જથ્થા સાથે બે ઇસમોની અટકાયત કરી છે.બનાસકાંઠા જિલ્લાની રાજસ્થાનને અડીને આવેલા નેનાવા ચેકપોસ્ટ પાસેથી પોલીસે 79 લાખનો પોસ્ટ ડોડાનો જથ્થો ઝડપીને બે ઇસમોની અટકાયત કરી છે.


રાજસ્થાનને અડીને આવેલ નેનાવા ચેક પોસ્ટ પર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ગુજરાત તરફથી રાજસ્થાન તરફ જઈ રહેલા એક ટ્રકને ઊભી રાખીને તેમાં તલાસી લેતા તેમાં ડુંગળીના કટ્ટાની આડમાં પોશ ડોડા મળી આવતા ધાનેરા પોલીસે ટ્રક ડ્રાઇવર અને ક્લીનરની અટકાયત કરી હતી.


પોલીસે ટ્રકમાં ડુંગળીના કટ્ટાની યાર્ડમાં સંતાડેલા પોષ ડોડા ઝડપી પાડ્યા હતા. ધાનેરા પોલીસે ડુંગળીના કટ્ટાની આર્ડમાં ટ્રકમાં છુપાવેલ પોશ ટોડાના 176 ક્ટ્ટામાંથી 2655 કિલો પોષ ડોડા મળી આવ્યા હતા,જેની અંદાજીત કિંમત રૂ. 79 લાખ જેટલી થાય છે. આમ પોલીસે ટ્રક સાથે એક કરોડનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.


પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ટ્રક પોશ ડોડા ભરીને મહારાષ્ટ્રના જલગાંવથી નીકળી હતી અને ગુજરાત થઈને રાજસ્થાનના સાચોર તરફ જઈ રહી હતી. જિતુ નામનો ઇસમ ડ્રાઇવરને વોટ્સઅપ કોલ કરીને લોકેશન આપી રહ્યો હતો. તે દરમિયાન જ પોલીસે આ ટ્રકને ઝડપી પાડી હતી.



ધાનેરા પોલીસે જોધપુરના લુણી ગામના ટ્રક ડ્રાઇવર પ્રેમકુમાર જાટ અને જોધપુરના ઓશિયા ગામના ખલાસી મનસુખ વિશ્ર્નોઈ નામના ઈસમોની અટકાયત કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે. તેમ જ રાજસ્થાનમાં પોષ ડોડા મંગાવનાર જિતુ નામનો ઇસમ કોણ છે? તેને લઈને પોલીસ દ્વારા તાપસ હાથ ધરાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News