Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગૌમુખ મંદિરના ત્રણરસ્તા પાસેથી વિદેશીદારૂ સપ્લાય કરતા બે જણા પકડાયા

  • September 02, 2020 

સોનગઢ તાલુકાના ગૌમુખ જવાના ત્રણ રસ્તા પાસેથી તાપી જીલ્લા એલસીબીએ વિદેશીદારૂના જથ્થા સાથે બે જણા ને ઝડપી પાડી બે જણાને વોન્ટેડ જાહેર કર્યા હતા.

 

સોનગઢ તાલુકાના ગૌમુખ મંદિરના ત્રણ રસ્તા પાસેથી તા.1લી સપ્ટેમ્બર નારોજ બાતમીના આધારે તાપી પોલીસે એક મોટર સાયકલ નંબર જીજે/15/એચએચ/7314 ઉપર ગેરકાયદેસર રીતે લઈ જવાતો ઈંગ્લીશદારૂ વિસ્કીની બાટલી નંગ 96 કી.રૂ. 96,00/-અને બીયર નંગ 48 કી.રૂ. 4,800/- નો ઈંગ્લીશદારૂના જથ્થા સહિત કુલ રૂ.37,900/- ના મુદ્દામાલ સાથે બાઈક સવાર રિજવાનભાઈ અરવિંદભાઈ ગામીત અને વસંતજી રામાભાઈ ગામીત બંને રહે, નિશાળ ફળિયું,આમલગુંડી ગામ તા.સોનગઢ નાઓ દારૂ સપ્લાય કરતા ઝડપાઈ ગયા હતા, બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ વિનોદભાઈ પ્રતાપભાઈની ફરિયાદના આધારે સોનગઢ પોલીસ મથકે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી દીપક ઉર્ફે દીપ્યો ઇસરિયા ગાવિત રહે,આશ્રમ ફળિયું,ખેકડા ગામ તા.નવાપુર (મહારાષ્ટ્ર) અને હસમુખ સંજી ગામીત રહે, નિશાળ ફળિયું,આમલગુંડી ગામ તા.સોનગઢ નાઓને વોન્ટેડ જાહેર કરી નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application