તાપી જીલ્લાના પોલીસ વડા શ્રીમતી સુજાતા મજમુદારે જીલ્લાના નાસતા ફરતા તેમજ વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય જેના અનુસંધાને તાપી જીલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચના પીઆઈ ડી.એસ.લાડ અને સ્ટાફના માણસો વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.
તે દરમિયાન મળેલ બાતમીના આધારે ગેરકાયદેસર પશુઓની હેરાફેરી મામલે વ્યારા પોલીસ મથકે નોંધાયેલ ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપી (1) રફીક કાલુભાઈ મુલતાની (2) આરીફ મહમદ મુલતાની બંને રહે, ઝંખવાવ તા.માંગરોળ જી.સુરત નાઓને વ્યારા બસ સ્ટેશન પાસેથી ઝડપી પાડવામાં આવ્યા હતા.
વ્યારા બસ સ્ટેશન પાસેથી પકડાયેલા બંને આરોપીઓની પૂછ પરછ કરતા પશુઓની હેરાફેરી મામલે વ્યારા પોલીસ મથકે દાખલ થયેલ ગુનાની કબુલાત કરી હતી. હાલ આરોપીઓની મેડીકલ તપાસણી કરાવી અટક કરવાની હોય જેથી આગળની વધુ તપાસ અને કાર્યવાહી માટે વ્યારા પોલીસને સોંપવામાં આવ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500