Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મોર્નિંગ વોક પર નીકળેલ યુવક ઉપર ફાયરીંગ કરી બાઈક પર આવેલ બે અજાણ્યા ફરાર, પોલીસ તપાસ શરૂ

  • July 22, 2022 

સુરતનાં સરથાણા વિસ્તારમાં વહેલી સવારે મોર્નિંગ વોક પર નીકળેલ યુવક વેપારી ઉપર ફાયરીંગ કરી બાઈક પર આવેલા બે અજાણ્યા ફરાર થઈ ગયા હતા. વેપારીને ગોળી ખભામાં વાગતા ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવ અંગે જાણ થતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી.




સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરતનાં સરથાણા શ્યામધામ મંદિર નજીક વહેલી સવારે મોર્નિંગ વોક પર નીકળેલ કાપડનાં વેપારી હિરેન મોરડીયા ઉપર બાઈક પર આવેલા બે અજાણ્યાએ ફાયરિંગ કર્યું હતું અને ફરાર થઈ ગયા હતા.




જોકે આ ફાયરિંગમાં ગોળી વેપારીને ખભામાં વાગી હતી અને તે લોહી લુહાણ હાલતમાં નીચે પટકાયા હતા. બનાવને પગલે એકત્ર થયેલા લોકોએ વેપારીને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા હતા. બનાવની જાણ થતા સરથાણા પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application