સોનગઢનાં મેઇન બજાર વિસ્તારમાં આવેલ સાગર મોબાઈલ નામની મોબાઇલની દુકાન તોડી કોઈ અજાણ્યો ચોર ઈસમ 23 નંગ મોબાઈલ અને દુકાનનાં ટેબલમાં મુકેલ રોકડા રૂપિયાની ચોરી કરી ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સોનગઢનાં મેઇન બજારમાં બસ સ્ટેશન અને પોલીસ મથકની થોડા મીટરના અંતરે આવેલા સાંઈ સાગર મોબાઈલ નામની દુકાનનાં શટરને મારેલા તાડા એંગલ કટર મશીનથી કાપી કોઈ અજાણ્યો ચોર ઈસમ ગત તારીખ 6નાં રોજ રાત્રિ દરમિયાન મોબાઇલની દુકાનમાં ઘૂસ્યો હતો અને જુદી-જુદી કંપનીનાં 23 નંગ મોબાઈલ જેની કિંમત રૂપિયા 3,08,842/- લાખથી વધુ તેમજ દુકાનનાં ટેબલમાં મુકેલ રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા 3,39,842/-ની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ચોરીની આ ઘટના અંગે દુકાન માલિક સાગરભાઈ ચૌધરીએ સોનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જયારે ચોરી કરનાર મોબાઈલની દુકાનમાં મુકેલ CCTV કેમેરામાં કેદ થયો હોવાથી પોલીસ આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500