Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉકાઈ થર્મલમાંથી પોન્ડએશ ભરેલ બે ટ્રક ગેટપાસ વિના નીકળી જતાં નાયબ ઇજનેરે સંચાલક અને બંને ટ્રકનાં ચાલક સામે ગુનો નોંધાવ્યો

  • May 23, 2024 

ઉકાઈ થર્મલ પાવરના એશ પ્લાન્ટ વિભાગ નંબર 3-4માં પોન્ડએશ ભરવા આવતી ટ્રકોનાં ચલણ વજનના આધારે બિલ બનાવવા અને ગેટપાસ આપવાની કામગીરી CISFનાં કર્મચારીઓ સંભાળે છે પોન્ડએશ ટ્રકમાં ભર્યા બાદ વજન કર્યાની પહોંચ જમા કરાવી ટ્રક લઈ જવાની હોય છે પોન્ડએશ લીફ્ટિંગનો વર્ક ઓર્ડર સોનગઢ તાલુકાનાં ઘોડા ગામની સાંઈ સંગમ એન્ટરપ્રાઇઝ નામની એજન્સીને આપેલો છે. જોકે મંગળવારે એજન્સીની આવેલી ટ્રક નંબર GJ/26/U/0991માં 45.93 મેટ્રિક ટન જથ્થો અને બીજી ટ્રક નંબર GJ/26/U/0887માં 44.57 મેટ્રિક ટન પોન્ડએશ મળી બંને ટ્રકોમાં કુલ 90.3 મેટ્રિક જથ્થો ભરાયો હતો.


જયારે આ બંને ટ્રકનાં ચાલક જયેશ અશ્વિનભાઈ ગામીત (રહે.ટોકરવા ગામ, સોનગઢ) અને રાહુલ સરદારભાઈ ડામોર (રહે.ગણેશ નગર, સોનગઢ) નાઓ ફરજ પર હાજર CISFનાં જવાનની નજર ચૂકવી ગેટપાસ કે વજન કાંટાની રસીદ લીધા વગર ટ્રક લઈ નીકળી ગયા હતા. જે અંગે સ્ટાફને જાણ થતાં એશ પ્લાન્ટ વિભાગનાં નાયબ ઇજનેર અંકુરકુમાર અશોકભાઈ પટેલ (રહે.જી.ઈ.બી. કોલોની ઉકાઈ)એ સ્ટાફ સાથે જઈ સોનગઢ નવા બસ સ્ટેશન પાસેથી બંને ટ્રકને પકડી લીધી હતી અને ઉકાઈ પોલીસ મથકે સાંઈ સંગમ એન્ટરપ્રાઇઝનાં સંચાલક અને બંને ટ્રકનાં ચાલક સામે પોન્ડએશ ચોરીનાં ગુનાની ફરિયાદ આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application