કાકરાપાર ટાઉનશીપના એક બંધ ફ્લેટનું ત્રણ મહિના પહેલા તાળું તોડી ઘરમાં ઘૂસેલા ચોર ઈસમોએ કબાટનું લોક તોડી તેમાં મુકેલા રોકડા રૂપિયા ૧.૨૫ લાખ ચોરી લીધા હતા. તે ચોર ઈસમોને પોલીસ શોધતી હતી. આ ચોરીના આરોપીઓ ૨૨/૧૦/૨૦૨૪ના રોજ ફરી વ્યારામાં ચોરી કરવા માટે આવ્યા હોવાની બાતમી મળતા પોલીસે અગાઉના ચોરીના ગુનામાં સંડોવાયેલા બે ચોરને ઝડપી લીધા હતા.
બાતમીવાળા ઈસમો વ્યારાથી કાકરાપાર તરફ જવા માટે વ્યારાનાં સિંગી ફળીયાથી ઇન્દુ બ્રિજ તરફ જતા હાઈવે રોડની નીચે કાચા રોડ ઉપરથી ચાલતા જતા હતા. ત્યારે પોલીસે આ બંને ઈસમોને દબોચી લીધા હતા. તેઓ વ્યારામાં કેમ આવ્યા તે બાબતે બંને ઇસમો દ્વારા કોઈ સંતોષકારક જવાબ અપાતો ન હતો. તેથી પોલીસે કડકાઈથી પૂછપરછ કરતા માજુભાઈ ખુમસિંગભાઈ બારીયા (ઉ.વ.૨૩) તથા વિજયાભભાઈ ધૂળિયાભાઈ કટારા (ઉ.વ.૨૬, બંને રહે વડવા,તા.ગરબાડા,જિ.દાહોદ)એ કાકરાપર ટાઉનશીપના ફ્લેટમાંથી ચોરીનો ગુનો કબૂલ લીધો હતો. આ ચોરીમાં તેમના ગામનો રાયમલ સમશુભાઈ બારીયા પણ સામેલ હોવાનું ચોરો પાસેથી જાણવા મળ્યું હતું. તેમજ તેઓ પાસેથી પોલીસે રૂપિયા ૧૦,૦૦૦ રિકવર કર્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500