ઉમરગામ તાલુકાનાં ભીલાડ રેલવે સ્ટેશન બીલીપત્ર એપાર્ટમેન્ટમાં રહેતા બિરેન્દ્ર પ્રતાપસિંહ ફતેબહાદુરસિંહ (ઉ.વ.૫૫, મૂળ રહે.યુ.પી.)એ રવિવારે રાત્રીના સમયગાળા દરમિયાન હર કોઈ વખતે કોઈક અગમ્ય કારણોસર રૂમના સીલિંગ ફેન સાથે કપડાની લૂંગી વડે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. જે અંગેની જાણ તેમના પુત્ર ઈન્દ્રજીતસિંહે ભીલાડ પોલીસ મથકમાં કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચીને લાશનો કબજો લઈ કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે બીજા બનાવમાં ઉમરગામ તાલુકાના ભીલાડ સરીગામ જીઆઈ ડીસી સર્વે નં.૪૫૪ રોયલ સ્ટ્રીપ કેમિકલ ઝોનમાં આવેલી કંપનીમાં રહેતા રામપ્રકાશ બુધીશાહ જાતે શાહ (ઉ.વ.૬૪, મૂળ રહે.બિહાર)નાંએ રવિવારે અગમ્ય કારણોસર કંપનીમાં આવેલી ઈલેક્ટ્રિક પેનલના રૂમમાં લોખંડની એંગલમાં દોરી વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. બનાવ અંગેની જાણ ધ્રુવ મનોજકુમાર ઉપાધ્યાયે ભીલાડ પોલીસ મથકમાં કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application