Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કપરાડાનાં કાકડકોપર ગામે માર્ગ અકસ્માતમાં બે વિદ્યાર્થીનાં કરૂણ મોત નીપાજ્યા

  • August 28, 2023 

વલસાડનાં કપરાડા તાલુકનાં કાકડકોપર ગામે માર્ગ અકસ્માતમાં માંડવા મોર્ડન સ્કૂલમાં ધોરણ-12માં અભ્યાસ કરતા એકજ કુટુંબના બે વિદ્યાર્થીને કાકડકોપર ભારત પેટ્રોલ પંપની સામે અકસ્માત નડતા કરુણ મોત નીપજ્યા હતા. આ ઘટનાને પગલે સ્થાનિક લોકો અકસ્માત સ્થળ ઉપર દોડી આવી નાનાપોંઢા પોલીસ સ્ટેશનમાં બનાવ અંગેની માહિતગાર કર્યા હતા અને પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી.



મળતી માહિતી મુજબ, ભંડારકચ્છ ગામનાં ફણસ પાડા ફળીયાના એકજ પરિવારના 17 વર્ષીય બંને યુવક રોહિત દિનેશ બારીયા અને કીર્તન ગણેશ બારીયા માંડવા મોર્ડન હાઈસ્કૂલમાં ધોરણ-12માં અભ્યાસ કરતા હતા. તેઓ પોતાની બાઈક લઈ શનિવારની મોર્નિંગ સ્કૂલ હોવાથી સ્કૂલમાં અભ્યાસ કરી સ્કૂલમાંથી છૂટીને પોતાના મિત્રને મોટાપોંઢા મૂકવા ગયા હતા. જોકે મિત્રને મૂકીને ઘરે પરત ફરતા સમયે કાકડકોપર ગામે પેટ્રોલ પંપની સામે અજાણ્યા વાહન ચાલકે બાઈકને અડફેટમાં લીધી હતી.



જયારે રોહિત અને કિર્તન બાઇક ઉપર પટકાયને નીચે પડતા બંને વિદ્યાર્થીના માથા ઉપર ટાયર ફરી વળતાં ઘટના સ્થળ મોત નીપજ્યા હતા. બંનેની આશરે ઉમર વર્ષ રોહિત દિનેશ બારીયા અને કીર્તન ગણેશ બારીયાને રસ્તામાં કાળ ભેટી જતાં મૃત્યુ પામ્યા હતા. આ ઘટનાને લઈ ગામમાં સનસનાટી મચી જવા પામી છે. ઘટના સ્થળ ઉપર પહોંચેલી પોલીસે જરૂરી કાર્યવાહી કર્યા બાદ લાશનો કબ્જો લઈ નાનાપોંઢા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલી આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application