એસ.ટી બસનો કાચ તોડીને બે વિદ્યાર્થીઓ બહાર પટકાયા છે, જોકે સદનસીબે બંનેને માત્ર સામાન્ય ઈજા પહોંચી છે પણ આ વધુ એખ આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે.ઘટના અંગે મળતી માહિતી અનુસાર, જામનગરમાં આજે સવારે શહેરના ગુલાબનગર પાસેથી સ્પીડ બ્રેકર ઉપરથી પસાર થતી એસ.ટી.બસનો પાછળનો કાચ તુટી પડતા પાછળ બેઠેલા બે મુસાફર વિદ્યાર્થીઓ નીચે પટકાતા શરીરે ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
બસ આજે સવારે જામનગરના એસ.ટી.ડેપોમાંથી ધ્રોલ રૂટની એસ.ટી.બસ ખીચોખીચ ભરેલી નિકળી હતી. જે શહેરના ગુલાબનગર પાસેથી પસાર થતી હોય ત્યારે રોડ ઉપર મુકવામાં આવેલા સ્પીડ બ્રેકર ડ્રાઈવરે સ્પીડથી કુદાવતા બસનો પાછળનો કાચ તુટી પડતા ખીરી ગામના હરદીપસિંહ પબુભા જાડેજા અને કુન્નડ ગામના દુષ્યંતસિંહ પ્રતાપસિહ પીંગળ નામના બન્ને વિદ્યાર્થી મુસાફરો નીચે રોડ ઉપર પટકાયા હતા. જોકે પાછળથી કોઇ ભારે વાહન આવતું ન હોવાથી મોટો અકસ્માત સહેજમાં અટક્યો હતો. લોકો એકઠા થઈ ગયા હતા અને બસ પણ ઉભી રહી ગઈ હતી. 108 એમ્બ્યુલન્સને જાણ કરીને બન્ને મુસાફર વિદ્યાર્થીઓને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેઓને હાથમાં તેમજ શરીરે ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ બનાવ અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાઈ નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application