Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સર્વ શિક્ષા અભિયાન ની કસોટીમાં રાનકુવાના બે વિધાર્થીઓ ઝળક્યાં

  • December 24, 2020 

સર્વ શિક્ષા અભિયાન દ્વારા લેવાતી એકમ કસોટીમાં રાનકુવા હાઈસ્કુલના બે વિધાર્થીઓ ઝળક્યા હતા. ગુજરાત રાજ્ય વર્ચ્ચુઅલ શાળા ઓનલાઈન પરીક્ષાનું આયોજન રાજ્ય શિક્ષણ વિભાગના સર્વ શિક્ષા અભિયાન દ્વારા થાય છે સમગ્ર રાજ્યમાં ઓનલાઈન શિક્ષણને વેગ મળે તે માટે ગાંધીનગર દ્વારા લેવાતી આ પરીક્ષામાં સમગ્ર રાજ્યમાં સૌથી ઓછા સમયમાં પરીક્ષા આપી સૌથી વધુ ગુણ મેળવનાર ૧૦ વિધાર્થીઓના નામ જાહેર થાય છે. જેમાં ધોરણ ૧૨ રસાયણ વિષયની અને ધોરણ ૯ વિજ્ઞાન વિષયની ઓનલાઈન પરિક્ષામાં બીએલ પટેલ સર્વ વિદ્યા મંદિર રાનકુવાના બે તેજસ્વી વિધાર્થીઓએ સફળતા પ્રાપ્ત કરી હતી. રાજવીર સમગ્ર રાજ્યમાં વિજ્ઞાન પ્રવાહ રસાયણમાં ચોથા નંબરે અને પ્રિન્સ સમગ્ર રાજ્યમાં ધોરણ ૯ ના વિજ્ઞાન વિષયમાં પાંચમો નંબર પ્રાપ્ત કરી શાળા અને નવસારી જીલ્લાને ગૌરવ પ્રદાન કર્યું હતું બંને વિધાર્થીઓએ મેળવેલી આ સિદ્ધી બદલ શાળાના આચાર્ય સંજયસિંહ પરમારે વિષય શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.

 

 

 

રાનકુવા શાળા કોરોનાની મહામારી વચ્ચે પણ વિધાર્થીઓને ઓનલાઈન શિક્ષણ બાબતે જુદા-જુદા વેબ-સેમિનાર અને માઈક્રોસોફ્ટ ટીમ દ્વારા શિક્ષણ પૂરું પાડી રહી છે તે જોતા જીલ્લા શિક્ષણ અધિકારી રોહિતભાઈ ચૌધરીએ રાનકુવા ટીમને શુભેચ્છા પાઠવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application