ઈન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટંટ્સ ઓફ ઈન્ડિયા (ICAI) દ્વારા લેવાયેલી CA ઈંટરમીડિએટ અને ફાઈનલની નવેમ્બર 2023ની પરીક્ષાના પરિણામ મંગળવારે જાહેર થઈ ચૂક્યાં છે. જેમાં મુંબઈના બે વિદ્યાર્થીઓએ દેશમાં ટોપ-3માં સ્થાન મેળવ્યું છે. CA ફાઈનલની પરીક્ષામાં 77.38 ટકા સાથે જયપૂરના મધૂર જૈન નામક ઉમેદવારે પ્રથમ સ્થાન મેળવ્યું છે તો મુંબઈની સંસ્કૃતિ પરોલિયા 74.88 ટકા સાથે દેશમાં CA ફાઈનમાં બીજા ક્રમે આવી છે. જ્યારે ત્રીજા ક્રમાંકે ફરી જયપુરના ઋષિ મલ્હોત્રાએ 73.75 ટકા સાથે સ્થાન મેળવ્યું છે. આ સત્રમાં કુલ 8,650 ઉમેદવાર CA તરીકે પાત્ર ઠર્યાં છે. તેજ રીતે નવેમ્બર, 2023માં થયેલી ઈન્ટરમીડિએટની પરીક્ષામાં રાષ્ટ્ર સ્તરે સજય દેવાંગ જીમુલિયાએ 83.38 ટકા સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે અને મુંબઈ તથા રાજ્યનું નામ ઉજાળ્યું છે. તો બીજા અને ત્રીજા ક્રમે અનુક્રમે અમદાવાદ અને સુરતના વિદ્યાર્થીએ સ્થાન મેળવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application