Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમદાવાદ ખાતે ભારત-પાકિસ્તાન મેચ માટે મુંબઈથી અમદાવાદ વચ્ચે એક વંદેભારત સહિત બે ખાસ ટ્રેન દોડશે

  • October 12, 2023 

અમદાવાદ ખાતે ભારત-પાકિસ્તાન ક્રિકેટ વર્લ્ડ કપ મેચમાં નિહાળવા જઈ રહેલા ક્રિકેટ ચાહકોના વધારાના ધસારાને પહોંચી વળવા મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે એક વંદેભારત સહિત બે ખાસ ટ્રેન દોડાવવાનું આયોજન કરાયું હોવાનું જાણવા મળ્યું છે. આ ટ્રેનો માટે બૂકિંગ પણ ઓપન થશે. પશ્ચિમ રેલવે તરફથી પ્રાપ્ત માહિતી મુજબ ટ્રેન નંબર ૦૯૦૧૩ મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન તારીખ ૧૩મી ઓક્ટોબરે મુંબઈ સેન્ટ્રલથી રાત્રે ૯.૩૦ કલાકે ઉપડી બીજા દિવસે સવારે ૫.૩૦ કલાકે અમદાવાદ પહોંચશે.



ટ્રેન નંબર ૦૯૦૧૪ અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન તારીખ ૧૫ ઓક્ટોબરના રોજ  રોજ અમદાવાદથી પરોઢે ૪.૦૦ કલાકે ઉપડશે અને તે જ દિવસે બપોરે ૧૨.૧૦ કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. ટ્રેન નંબર ૦૯૦૧૩/૦૯૦૧૪ માટે બુકિંગ તારીખ ૧૨મી ઓકટોબરના રોજ ખુલશે. કોઈ સ્પોર્ટસ ઈવેન્ટ માટે પશ્ચિમ રેલવે દ્વારા ખાસ ટ્રેનો દોડાવવામાં આવી રહી હોય તેવું આ પહેલી વખત બની રહ્યું છે. આ ટ્રેનના હોલ્ટસ અંગે હજુ નિર્ણય નથી લેવાયો. પરંતુ, મોટાભાગે સુરત, વડોદરા, આણંદ અને ભરુચ ખાતે તેને હોલ્ટ અપાય તેવી સંભાવના છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News