પાંડેસરા ગુ.હા,બોર્ડ વિસ્તારમાં રહેતા ઓરિસ્સાવાસી શ્રમજીવી પરિવાર પિતાની શ્રાધ્ધની વીધી કરવા માટે અશ્વનીકુમાર ગયો હતો તે દરમિયાન તેમની સગીર સહિતની બે દીકરીઓ ઘરેથી નાસ્તો લેવા જવાનું ભાઈને કહીને નિકળ્યા બાદ લાપતા થતા પરિવાર દોડતો થઇ ગયો હતો.આખો દિવસ બહેનપણી, સગા સંબંધી, રેલવે અને બસ સ્ટેશન સહિતના વિસ્તારોમાં તપાસ કર્યા બાદ પણ કોઈ ભાળ નહી મળતા આખરે પોલીસમાં ફરિયાદ નોધાવતા પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
પાંડેસરા પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ગુ.હા.બોર્ડ વિસ્તારમાં રહેતા મૂળ ઓરીસ્સાના ગંજામ જિલ્લાના નારાયણ નાયક (ઉ.વ.૪૦) સંચા ખાતમાં મજુરી કામ કરે છે જયારે તેની પત્ની કચરા પોતા કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. નારાયણને સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે. જેમાં મોટી દિકરીના મેરેજ થઈ ગયા છે. દિકરો માર્કેટમા નોકરી કરે છે જયારે ૧૮ વર્ષની દીકરી અભ્યાસ કરે છે. નારાયણના ઘરની પાસે તેનો ભાઈ જયરામ રહે છે. દરમિયાન બંને ભાઈઓ પરિવાર સાથે તેમના પિતાની શ્રાધ્ધની વીધી કરવા માટે અશ્વિનીકુમાર ખાતે ગયા હતા.અને ઘરમાં તેની ૧૮ વર્ષની દીકરી અને તેના ભાઈની ૧૪ વર્ષની દીકરી તથા દીકરો રાજા એકલા હતા. દરમિયાન બપોરે એક વાગ્યે બંને ભાઈનો પરિવાર શ્રાધ્ધની વીધી પૂર્ણ કરી પરત ઘરે આવ્યા હતા,
ત્યારે ઘરમાં બંને દીકરીઓ હાજર ન હતી જેથી રાજાને પુછતા તેઓ દુકાને નાસ્તો લેવા માટે જવાનું કહીને ગયા છે પરંતુ હજુ સુધી આવ્યા ન હતા, નારાયણ સહિતના પરિવારને એમ હતુ કે બહેનપણીને પાસે ગયા હશે. પરંતુ સાંજ થવા છતાંયે બંને બહેનો ઘરે નહી આવતા પરિવાર દ્વારા સોસાયટીમાં શોધખોળ કરવાની સાથે સગાસંબંધીઓને ફોન કર્યા હતા તેમજ આજુબાજુની સોસાયટી, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન ખાતે તપાસ કરી હતી પરંતુ કોઈ ભાળ નહી મળતા કોઈ અજાણ્યો લલચાવી ફોસલાવી વાલીપણામાંથી અપહરણ કરી ગયો હોવાની શંકા જતા આખરે ફરિયાદ નોધાવતા પોલીસે નારાયણની પત્નીની ફરિયાદ લઈ અપહરણનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500