વ્યારા પોલીસ મથકે એક જ દીવસમાં આપઘાતના બે જુદાજુદા બનાવો નોંધાયા છે. પોલીસે સમગ્ર મામલે નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી છે.
અંધારવાડી નજીક ગામે રહેતા ઇસમે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
વ્યારાના અંધારવાડી નજીક ગામે ડુંગરી ફળિયામાં રહેતા દિવ્યેશભાઈ ગામીત નામના વ્યક્તિની પત્ની પિયરમાં જતી રહેતા અને તેમની સાથે વાતચિત ના કરતા તેમને ખોટું લાગી આવતા તારીખ 25 જૂન ના રોજ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા વ્યારા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રૂપવાડા ગામે રહેતી મહિલાએ બીમારીથી કંટાળી જઇ આત્મહત્યા કરી
વ્યારાના રૂપવાડા ગામે રહેતા પદ્મબેન ચૌધરી નામ ની મહિલાએ તારીખ 25 જૂન ના રોજ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે પોલીસ તપાસ માં પદ્મબેન છેલ્લા ઘણા સમય થી વા ની બીમારી થી પીડાતા હતા જેમણે બીમારી થી કંટાળી જઇ આત્મહત્યા કરી લેતા વ્યારા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500