જામનગરમાં તારમામદ સોસાયટી વિસ્તારમાં રહેતા કારખાનેદારના બંગલામાં આયુર્વેદિક દવા આપવાના બહાને બે લુટારુઓ ઘુસ્યા હતા, અને પ્રૌઢ મહિલાને મુંઢ મારમારી મોઢે ડુચો દઇ ઘરમાંથી એક લાખની રોકડ રકમ અને સોનુ વગેરે સહિત રૂપિયા ૧૪ લાખની માલમતાની લૂંટ ચલાવી ગયા હતા. ઉપરના માળે રહેલા પ્રૌઢ મહિલાના પુત્ર વધુ તેમજ પૌત્ર ને છરીની અણીએ ધમકી આપી મારકુટ કરી હતી, જેમાં ત્રણ વર્ષનો બાળક લોહી લુહાણ બન્યો હતો.
બનાવની જાણ થતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૃ કરી નાકાબંધી કર્યા બાદ બે લૂંટારુઓને વહેલી સવારે પોરબંદર પંથકમાંથી ઝડપી લીધા છે. આ બનાવની વિગત એવી છે કે, જામનગરમાં તારમામદ સોસાયટી વિસ્તારમાં રહેતા અને બ્રાસપાર્ટનું કારખાનું ચલાવતા મુસ્તફાભાઈ નુરુદ્દીનભાઈ અતરિયા દાઉદી વ્હોરા કે જેઓ પોતાના કામસર બહાર ગામ ગયા હતા. ત્યારે તેમના પુત્ર અબ્બાસ ભાઈ મુસ્તફા કે જેઓ બ્રાસપાર્ટના કારખાને ગયા હતા.
દરમિયાન બપોરે સવા બારના અરસામાં તેઓના બંગલામાં બે અજાણ્યા શખ્સો આયુર્વેદિક દવા આપવાના બહાને ઘૂસ્યા હતા, અને ઘરમાં હાજર રહેલા મુસ્તફાભાઈના પત્ની ફરીદાબેન (ઉ.વ. ૫૮) સાથે વાતચીત કર્યા પછી તેઓના મોઢામાં કપડું ભરાવી દઇ, હાથ પગ દોરીથી બાંધી દઇ માર મારી ઘરમાં લૂંટ ચલાવી હતી. ફરીદાબેનનું ગળું દબાવવાનો પ્રયત્ન કરી તેમની પાસેથી તિજોરીની ચાવી માંગી લીધી હતી. તથા નાના પર્સમાં રાખી હતી તે ચાવી શોધી કાઢીને તિજોરીમાંથી એક લાખ રૃપિયાની રોકડ રકમ તેમજ સોનાનું બીસ્કીટ અને અન્ય નાના-મોટા સોના ના ઘરેણાંઓ વગેરે સહિત ૧૪ લાખની લૂંટ ચલાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500