ઉધના મગદલ્લા રોડ જોગાણી માતાના મંદિર પાસેથી લૂંટના સોના ચાંદીના ઘરેણા વેચવાના ઈરાદે ફરતા આંતરરાજ્ય લૂંટ કરતા ટોળકીના વિદ્યાર્થી સહિત બે જણાને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી તેમની પાસેથી પ્રાથમિક પુછપરછમાં આરોપીઓએ રાજસ્થાનમાં કરેલી લૂંટની કબુલાત કરી છે.
ખટોદરા પોલીસના જણાવ્યા મુજબ પીઆઈ ટી.વી.પટેલની સુચના અને માર્ગદર્શન હેઠળ સર્વલન્સ સ્ટાફના પીઍસઆઈ આર.એસ.પટેલ સ્ટાફના માણસો સાથે ગણેશ વિસર્જન તહેવાર નિમિતે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પેટ્રોલીંગમાં હતા તે બાતમી મળી હતી કે, રાજસ્થાનના જાલોર જીલ્લામાં ચાંદીની લૂંટ કરનાર ટોળકીના બે સાગરીતો ચાંદીના ઘરેણા વેચવાના ઈરાદે ફરી રહ્યા છે અને હાલમાં જેઓ ઉધના મગદલ્લા રોડ જોગાણી માતાના મંદિર પાસે ઉભા છે અને બંને જણાએ પાછળ બેગ લટકાવેલી છે જે બાતમીને પીઆઈ ટી.વી.પટેલે વર્કઆઉટ કરી બાતમીના સ્થળે ઉભેલા ટીકમારામ લસારામ માલી (ઉ.વ.૨૦.રહે, ઉનડી ગામ માલીનો આવાસ, સાયલા જાલોર રાજસ્થાન) અને નીરવ તળજા રબારી (ઉ.વ.૨૦.ધંધો અભ્યાસ.રહે, રબારી વાસ એસડીડબલ્યુ હાઈસ્કુલની પાછળ ડીસા બનાસકાંઠા)ને ઝડપી પાડી તેમની પાસેથી ૨૫૧૬ ગ્રામ ચાંદી અને ૨૮ ગ્રામ સોનાના ઘરેણા મળી કુલ રૂપિયા ૬.૬૦ લાખનો મુદ્દામાલ કબજે કયો છે.
પ્રાથમિક પુછપરછમાં આરોપીઓએ રાજસ્થાન જાલોરમાં થયેલી લૂંટની કબુલાત કરી હતી. ખટોદરા પોલીસે બંને જણાને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી રાજસ્થાનના જાલોરના સાયલા પોલીસને કબજો સોપવાની તજવીજ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500