Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢનાં નવા RTO પાસેથી કારમાં વિદેશી દારૂનાં જથ્થા બે ઝડપાયા, નવાપુરનો એક વોન્ટેડ

  • October 21, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં નવા RTO પાસેથી મહારાષ્ટ્રથી વગર પાસ પરમીટે કારમાં દારૂ ભરીને લઈ આવતા બે ઈસમો ઝડપાઈ ગયા હતા, જયારે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો ગુરૂવારનાં રોજ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં નીકળ્યા હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક સિલ્વર કલરની હુન્ડાઈ કંપનીની વેરના કારમાં બે ઈસમો મહારાષ્ટ્રના નવાપુરથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી હાઈવે પરથી પસાર થઈ સુરત તરફ જનાર છે.



જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો સોનગઢ નવા RTO પાસે અલગ અલગ ટીમો બનાવી છુટા છવાયા વોચમાં ઉભા હતા તે દરમિયાન બાતમીવાળી સિલ્વર કલરની હુન્ડાઈ કંપનીની વેરના કાર નંબર GJ/08/CK/8845 આવતાં જોઈએ પોલીસે આયોજન પૂર્વક કોર્ડન કરી કાર ચાલકે પોતાના કબ્જ્ની કાર ઉભી રાખી હતી. ત્યારબાદ પોલીસે કારમાં તપાસ કરતા કારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાંડની કુલ 50 નંગ બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 73,000/- હતી અને પોલીસે કાર ચાલકનું નામ પૂછતા તેણે પોતાનું નામ, પ્રદીપ લખુમલભાઈ વાધવા (હાલ રહે.ભાવનગર જિલ્લો, મૂળ રહે.રાજકોટ શહેર)નાં હોવાનું જણાવ્યું હતું અને ચાલકની બાજુમાં બેસેલ ઈસમનું નામ અમિત સુરેશભાઈ સાહિત્ય (રહે.ભાવનગર જિલ્લો)ના હોવાનું જણાવ્યું હતું.



ત્યારબાદ પોલીસે વધુ પુછપરછ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, આ દારૂનો જથ્થો મહારાષ્ટ્રનાં નવાપુર ખાતે આવેલ કાકા વાઈન શોપ ઉપરથી એક અજાણ્યા ઈમસ પાસેથી ભરી છૂટક વેચાણ માટે ખરીદેલ હતો. આમ, પોલીસે વેરના કાર વિદેશી દારૂનો જથ્થો અને 2 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 1,33,000/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે ઝડપાયેલ બંને ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જયારે આ દારૂ ભરી આપનાર નવાપુરનાં એક ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application