ઓડિશાનાં સુંદરગઢ જિલ્લાનાં એક ગામમાં બપોરે ફૂટબોલ મેચ દરમિયાન વીજળી પડતાં બે ફૂટબોલ ખેલાડીઓના મોત થયા હતા. આ દરમિયાન 25 લોકો ઘાયલ પણ થઈ ગયા છે. અધિકારીઓએ જણાવ્યું કે, રવિવારે બપોરે સુંદરગઢ જિલ્લાનાં નુઆગાંવ બ્લોકનાં બનિલટા વિસ્તારમાં એક રમતનાં મેદાનમાં ફૂટબોલ મેચ ચાલી રહી હતી. આ દરમિયાન અચાનક આકાશ વાદળછાયું થઈ ગયું અને વરસાદ શરૂ થયો હતો. જોકે વીજળી પડતાં ખેલાડીઓ કવર લેવા દોડી રહ્યા હતા.
આ દરમિયાન બે ફૂટબોલ ખેલાડીઓના મોત થઈ ગયા હતા. કેટલાક અન્ય ખેલાડીઓ અને દર્શકો સહિત 25 લોકો ઘાયલ થયા હતા. પરતગુટા ગામના માઈકલ સુરીન અને અજય લખુઆનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. જ્યારે 12 ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સ્થાનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ પછી તેને રાઉરકેલાની ઈસ્પાત હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. કેટલાક ઘાયલોને સ્થાનિક લોકોએ ગાયના ગોબરમાં તેમને ગળા સુધી કવર કરી દીધા હતા. તેમનું માનવું હતું કે, આનાથી વીજળીની અસર ઓછી થાય છે. IGH હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો.જગદીશ ચંદ્ર બારિકે જણાવ્યું હતું કે, ઘાયલોમાંથી બેની હાલત ગંભીર છે. વધુમાં જણાવી દઈએ કે, ઓડિશા દેશમાં સૌથી વધુ વીજળી પડનાર રાજ્ય છે. છેલ્લા બે દાયકાથી 21.73 લાખ વીજળી પડવાનો દાવો કરવામાં આવ્યો છે. તેમાં 5,706 લોકોના જીવ ગયા છે. 2001, 2017 અને 2018ને છોડીને 2000 અને 2020ની વચ્ચે દર વર્ષે ઓડિશામાં 10,000થી વધુ ઘટના બની છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500