અરૂણાચલ પ્રદેશમાં એક આર્મી હેલિકોપ્ટર તૂટી પડતાં બે પાયલટનાં મોત થયા હતા. જયારે આસામનાં સોનિપતથી આ આર્મી વિમાન નીકળ્યું હતું અને અરૂણાચલનાં તવાંગ પહોંચવાનું હતું, પહેલાં જ એનો સંપર્ક તૂટી ગયો હતો. અરૂણાચલ પ્રદેશનાં કામેંગ જિલ્લામાં મંડલા નજીક આર્મીનું ચિત્તા હેલિકોપ્ટર તૂટી પડયું હતું. એમાં બે પાયલટનાં મોત થયા હતા. ડિફેન્સ પ્રવક્તાના કહેવા પ્રમાણે આસામનાં સોનિપતથી નીકળેલું વિમાન અરૂણાચલના તવાંગ પહોંચવાનું હતું
જોકે એ વચ્ચે મિનિટો સુધી એનો સંપર્ક તૂટી ગયો હતો. સંપર્ક તૂટયા પછી આર્મીની પાંચ ટૂકડીને સર્ચ ઓપરેશનમાં લગાડાઈ હતી. સર્ચ ઓપરેશન દરમિયાન જ એરક્રાફ્ટનો કાટમાળ મળી આવ્યો હતો. લગભગ ત્રણ-ચાર કલાકની શોધખોળ બાદ હેલિકોપ્ટર અને પાયલટના મૃતદેહો મળ્યા હતા. ખરાબ હવામાનનાં કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં કહેવાયું હતું. આર્મી અધિકારીઓએ આ ઘટનાની તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application