પલસાણા તાલુકાના બલેશ્વર ગામે રહેતા અને હોટલ ચલાવતા પરવેજખાન બશીરખાન પઠાણ રાત્રે ૯ વાગ્યાની આસપાસ હોટલ પર હતા. તે સમયે સુરતમા એનજીઓ ચલાવતા મહેશભાઈ પાટિલ(રહે.ગોડાદરા શાંતિનગર સોસાયટી સુરત) અને સંતોષભાઈ શેષમાલી(રહે.રામી પાર્ક સોસાયટી ડીંડોલી) હોટલ પર આવી રાત્રે હોટલ કેમ ચાલુ છે તેમ કહી હોટલનો વિડીયો ઉતારી હોટલ બંધ કરાવી દેવાની ધમકી આપી હોટલ માલિક પાસે બળજબરીપૂર્વક ૨ હજાર પડાવી ફોરવીલ ગાડી લઈ નાસી છુટ્યા હતા.
ત્યારબાદ ફરી આ બંને શખ્સ હોટલ પર આવી હોટલનો વિડીયો ઉતારતા હતા તે સમયે હોટલના માલિક પરવેજખાન પઠાણે બંને શખ્સને રોકવા જતા તેમને ૧૦ હજાર રૂપિયાની માંગણી કરી હતી અને જો ૧૦ હજાર રૂપિયા ના આપે તો હોટલનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી. પરંતુ હોટલના માલિકે રૂપિયા ન હોવાનું કહેતા બંને શખ્સોએ ગાળો બોલી પરવેજખાન સાથે મારામારી કરવા લાગ્યા હતા. ત્યારે લોકોએ પણ આ બંને શખ્સો ને ઝડપી પાડી મેથીપાક ચખાડીને પલસાણા પોલીસને હવાલે કરાયા હતા બાદ પોલીસે આ તોડબાજ પત્રકારોની અટક કરી કોર્ટમાં રજુ કર્યા હોવાનું જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application