Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા બે જણાના ઘટના સ્થળ પર મોત

  • December 23, 2020 

વાપીમાં નેશનલ હાઈવે પર કોઈ અજાણ્યા વહાણ ચાલકએ રાહદારી સ્ત્રી અને પુરુષને ટક્કર મારી પોતાનું વાહન લઈ ભાગી છૂટ્યો હતો આ ઘટનામાં ઈજા પામનાર સ્ત્રી અને પુરુષ બંનેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

 

 

 

અકસ્માતની આ ઘટના અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ, વાપી જીઆઈડીસી પોલીસના હદમાં આવતા કટારિયા શો રૂમ સામે ઝંડુ ફાર્મા સામે નેશનલ હાઈવે નંબર-48 પર અજાણ્યા રાહદારી સ્ત્રી(ઉ.વ.આ.47) અને પુરુષ(ઉ.વ.આ.45) ને કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા બંનને માથામાં તથા શરીરના ભાગે ગંભીર ઈજા પહોચતા બંનેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા.આ અકસ્માતનો ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે. મૃત્યુ પામેલ પુરુષએ પીળો શર્ટ તથા રાખોડી પેન્ટ અને સ્ત્રીએ લીલા-ભૂરા રંગની સાડી તથા પીડી બ્લાઉસ પહેરી હતી.વાપી જીઆઈડીસી પોલીસે અપીલ કરી છે કે, જો કોઈ વાલી વારસ હોય તો તેમને વાપી પોલીસને સંપર્ક કરવો. આ ઘટનામાં હેડ કોન્સ્ટેબલ રાકેશભાઈ પોતે ફરિયાદી બની અજાણ્યા વાહન ચાલક સામે ફેટલ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application