Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડોસવાડાના રેલ્વે ગરનાળા પાસેથી દારૂની બોટલો સાથે બે જણા પકડાયા

  • September 19, 2020 

તાપી જીલ્લા એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે આજરોજ સોનગઢ તાલુકાના કુમકુવા થી ડોસવાડા ગામ તરફ જતા રેલ્વે ગરનાળા પાસેથી એક મોટર સાયકલ નંબર જીજે/26/ક્યુ/7524 ને ઝડપી પાડી ચેકિંગ હાથ ધરતા બાઈક ચાલક ઈલેશભાઈ રમણભાઈ ગામીત રહે, ઝરાલી ગામ,ડુંગરી ફળિયું તા.સોનગઢ જી.તાપી અને રોહનકુમાર અમરભાઈ રાઠોડ રહે, રેલ્વે સ્ટેશન રોડ,મલ્હાર ફળિયું તા.સોનગઢ જી.તાપી નાઓ ગેરકાયદેસર રીતે લઇ જતો ભારતીય બનાવટની વિદેશીદારૂ-દેશી સંતરાની બાટલી કુલ નંગ 48 અને મોબાઈલ ફોન સહિતના મુદ્દામાલ સાથે પકડાઈ ગયા હતા.

 

આ બનાવમાં હેડકોન્સ્ટેબલ લેબજીભાઈ પરબતજીભાઈની ફરિયાદના આધારે દેશીદારૂ અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કરી  પકડાયેલા બંને આરોપીઓ વિરુધ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરી દારૂ ભરાવી આપનાર ને વોન્ટેડ જાહેર કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application