નિઝરના ખનોરા ગામની સીમમાંથી ગતરાત્રી દરમિયાન આશરે ૧૦ કલાકના અરસામાં એક રીક્ષા નંબર જીજે/૧૬/એટી/૨૮૧૧ માં લઇ જવાતો ઈંગ્લીશદારૂના જથ્થા સાથે બે ઈસમોને નિઝર પોલીસ સ્ટાફના માણસોએ બાતમીના આધારે ઝડપી પાડ્યા હતા.
ખાંડબારા(મહારાષ્ટ્ર)ના રહીશ યોગેશભાઈ ચૌધરીના માણસ પાસેથી દારૂનો મુદ્દામાલ ભરી લઇ આવ્યા હતા
પોલીસની તપાસમાં રીક્ષા માંથી અલગ અલગ બ્રાંડની બીયર અને વિસ્કીની કુલ બાટલીઓ નંગ ૪૧૦ જેની કિંમત રૂપિયા ૩૩,૧૩૨/- નો પ્રોહી મુદ્દામાલ મળી આવ્યો હતો. આ બનાવમાં પોસલા ઉર્ફે પોસાભાઈ ભરતભાઈ પડવી રહે,નિશાળ ફળિયું, રૂમકીતળાવ ગામ તા.નિઝર જી.તાપી અને આકાશભાઈ રાજુભાઈ વળવી રહે, નિશાળ ફળિયું, નવી ભીલભવાલી તા.નીઝર જી.તાપી નાઓને અટકાત કરી પૂછપરછ હાથ ધરવામાં આવતા ખાંડબારા(મહારાષ્ટ્ર)ના રહીશ યોગેશભાઈ ચૌધરીના માણસ પાસેથી દારૂનો મુદ્દામાલ ભરી લઇ આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું જેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
કુલ રૂપિયા ૯૪,૧૩૨/-નો મુદ્દામાલ કબજે કરાયો
આ બનાવમાં પોલીસકર્મીની ફરિયાદના આધારે પકડાયેલા આરોપીઓ પાસેથી મળી આવેલ મોબાઈલ ફોન નંગ-૧ જેની કિ.રૂ. ૧ હજાર, ઈંગ્લીશદારૂની કિ.રૂ.૩૩,૧૩૨/- તેમજ ૬૦ હજારની રીક્ષા મળી કુલ રૂપિયા ૯૪,૧૩૨/-નો મુદ્દામાલ કબજે કરી આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500