સોનગઢના ધમોડી ગામ પાસેથી આજરોજ વિદેશીદારૂ ભરેલી કાર સાથે બે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે દારૂ અને કાર મળી કુલ રૂપિયા 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
મળતી માહિતી અનુસાર સોનગઢના બંધરપાડા આઉટપોસ્ટ પોલીસ સ્ટેશને આજરોજ સવારે પકડાયેલા પશુઓની પોલીસ કાર્યવાહી કરી રહી હતી તે દરમિયાન ત્યાંથી પસાર થઇ રહેલી એક સફેદ કલરની કારના ચાલકે પોલીસ કાફલાને જોઈ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સરૈયા-ટેમ્કા રોડ ઉપર ધમોડી ગામ પાસે સ્વીફ્ટ ડીઝાયર કાર નંબર જીજે/34/બી/0282 પલટી ખાઈ જતા આસપાસ માંથી લોકો દોડી આવ્યા હતા.
ઘટનાની જાણ પોલીસને થતા સ્થળ ઉપર પહોચી તપાસ કરતા કાર માંથી વિદેશીદારૂની નાની મોટી બોટલો નંગ 182 જેની કિંમત રૂપિયા 26,600/- નો દારૂનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ બનાવમાં કાર ચાલક મનોજભાઈ વંશરાજ સિંગ રહે, ભવાની સર્કલ, ઝુપડા નંબર 16, વરાછા જી.સુરત અને મનીષભાઈ ભુપેન્દ્રભાઈ પારેખ રહે, અમરોલી માનસરોવર સર્કલ સંયોગ કોમ્પલેક્ષ રૂમ નંબર 301 તા.ચોર્યાસી જી.સુરત બંને જણાની પૂછ પરછ હાથ ધરતા દારૂનો જથ્થો ભરી આપનાર રાજુભાઈ રહે, સેલવાસ અને મંગાવનાર વસીમભાઈ રહે, અમરોલી-સુરત નો હોવાનું જાણવા મળ્યું હતું.
આ મામલે સોનગઢના બંધરપાડા આઉટ પોસ્ટ પોલીસ મથકે ફરજ બજાવતા હેડકોન્સ્ટેબલ સરજીતભાઈ બચુભાઈની ફરિયાદના આધારે વિદેશીદારૂ અને કાર સહિત કુલ રૂપિયા 3,28,200/- નો મુદ્દામાલ જપ્ત કરી પકડાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી બે જણાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500