સુરતના લીંબાયત રમાબાઈ ચોક સ્થિત એક દુકાનમાં પોલીસે મળેલી હકીકતના આધારે રેઈડ કરી 30 કિલો ગૌમાંસ સાથે બે ખાટકીને ઝડપી પાડી ગૌમાંસ આપનારને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, લીંબાયત પોલીસે ગત સવારે લીંબાયત રમાબાઈ ચોક ગલી નં.10 પ્લોટ નં.82ની દુકાનમાં રેઈડ કરી ત્યાં ગૌમાંસ વેચતા આસિફ અહેમદ શેખ (ઉ.વ.44.,રહે.પ્લોટ નં.162, ગલી નં.11, રજા ચોક, મીઠીખાડી, લીંબાયત, સુરત) અને સલીમ સુલેમાન શેખ (ઉ.વ.52, રહે.નઈમ ભાઇના મકાનમાં, ગલી નં.14, નુરાની નગર, લીંબાયત, સુરત)નાને ઝડપી લીધા હતા. પોલીસે ત્યાંથી રૂપિયા 3 હજારનું 30 કિલો ગૌમાંસ, બે છરા અને વજનકાંટો કબજે કરી આસિફની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, ગૌમાંસનો જથ્થો તે ઝાંપાબજારના હાજી અફસર પાસેથી સવારે લાવ્યો હતો. લીંબાયત પોલીસે આ અંગે ગુનો નોંધી હાજી અફસરને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500