Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના ચાપાવાડી ગામ પાસેથી દારૂ ની 144 બોટલો સાથે બે જણા ઝડપાયા

  • November 26, 2020 

સોનગઢ પોલીસ સ્ટાફના માણસો ને મળેલ બાતમીના આધારે આજરોજ સોનગઢ તાલુકાના ચાપાવાડી ગામની સીમમાં આવેલ પેટ્રોલ પંપ પાસે રોડ પરથી એક મોટર સાયકલ નંબર જીજે/19/ડી/2999 ને ઝડપી પાડી બાઈક પર સવાર (1) જુબેર ઇસાક મકરાણી અને (2) તોયેબ સલીમ શેખ બંને રહે, નવાપુર જી.નંદુરબાર-મહારાષ્ટ્ર નાઓ ની પાસેથી ઈંગ્લીશ દારૂની સુગંધી સંતરાની કુલ બોટલ નંગ 144 મળી આવી હતી.

 

 

પકડાયેલા આરોપીઓ પાસેથી એક મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા 500/- તથા 7,200/- રૂપિયાનો દારૂ તેમજ મોટર સાયકલની કિંમત રૂપિયા 20 હજાર મળી કુલ રૂપિયા 27,700/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.બનાવ અંગે હેડકોન્સ્ટેબલ પ્રવીણભાઈ ભરતભાઈની ફરિયાદના આધારે આરોપીઓ વિરુધ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application