Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વરલી મટકાનો જુગાર રમતા બે શખ્સો પોલીસ પકડમાં

  • August 02, 2022 

પલસાણા તાલુકાનાં ચલથાણ ગામે અંબિકા નગરમાં કડોદરા પોલીસે બાતમીનાં આધારે પોલીસની ટીમે રેડ કરી હતી જેમા અંબિકા નગરમાં સુખદેવભાઈ ભોઈના મકાનના ઓટલા પર બેઠેલા બે શખ્સો નામે સુખદેવભાઈ ખડુંભાઈ ભોઈ અને કૃણાલભાઈ પંકજભાઈ સોંનપાલ (બંને રહે. રણછોડજી કોમ્પ્લેક્ષ કડોદરા નગર) નાઓને ઝડપી પાડ્યા હતા.




જોકે પોલીસે મુંબઈ કલ્યાણ બજારથી નીકળતા આંક ફેરના આધારે અન્ય શખ્સો પાસેથી રૂપિયા લઈ રૂપિયાનો હારજીતનો જુગાર રમાડતા રંગે હાથ ઝડપાયા હતા. બનાવ અંગે પોલીસે બંને આરોપીને ઝડપી રૂપિયા 18 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application