મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં છીંડીયા ગામની સીમમાંથી બાઈક પર વગર પાસ પરમિટે દારૂ લઈ આવતા નવાપુરનાં બે ઈસમોને ઝડપી પાડી કાર્યવાહે કરવામાં આવી હતી, જયારે આ કામે જેસિંગપુરા ગામની મહિલાને વોન્ટેડ જાહેર કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, વ્યારા પોલીસ સ્ટાફના માણસો તારીખ 26/06/2024નાં રોજ બપોરનાં સમયે ખાનગી વાહનમાં બેસી વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી. અંગેની પેટ્રોલિંગમાં નીકળ્યા હતા.
તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, સરૈયા ચાર રસ્તા તરફથી બે ઈસમો બાઈક પ્રોહી. મુદ્દામાલ લઇ છીંડીયા ચાર તરફથી આવે છે જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો છીંડીયા ચાર રસ્તા પાસે વોચમાં ઊભા હતા તે દરમિયાન બાતમીવાળી બાઇક આવતા જોઈ પોલીસે બંને ઈસમોને બાઈકને ઉભો રાખવાનો ઈશારો બાઈક ફેકી બંને ખેતરો તરફ ભાગવા લાગ્યા હતા.
જોકે પોલીસે બંનેનો પીછો કરી ઝડપી પાડ્યા હતા અને બાઇક ચાલકનું નામ પૂછતા તેણે પોતાનું નામ વિનાયક કિશોર પવાર (રહે.નહેરુ નગર, નવાપુર બસ સ્ટેશન પાસે, નવાપુર)નાં હોવાનું જણાવ્યું હતું અને તેના સાથેના ઈસમનું નામ પૂછતા તેણે પોતાનું નામ અલ્ફાઝ ઉર્ફે અબુ ઝાકીર શેખ (રહે.નહેરુ નગર, નવાપુર બસ સ્ટેશન પાસે, નવાપુર)ના હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે બાઈકની સીટ બહાર કાઢી ટાકી કાપી જેમાં ચોરખાનું બનાવ્યું હતું તેમાંથી ઈંગ્લીશ દારૂની કુલ 72 નંગ બોટલો મળી આવી હતી.
ત્યારબાદ પોલીસે વધુ પૂછપરછ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, આ દારૂનો જથ્થો વ્યારાના જેસિંગપુરા ગામનાં રેણુકાબેન રીનેશભાઈ ચૌધરીએ મંગાવ્યો હતો જેથી પોલીસે આ કામે મહિલાને વોન્ટેડ જાહેર કરી હતી. આમ, પોલીસે ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની બોટલો અને બાઈક કબ્જે કરી હતી. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે બંને ઈસમ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જ્યારે આ કામે મહિલાને વોન્ટેડ જાહેર કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500