ભરૂચ જિલ્લાના અંતરીયાળ ગ્રામ્ય વિસ્તારોમાં દિવસે ને દિવસે ચોરીઓની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે,ક્યાંક વાહનો ચોરાઇ રહ્યા છે તો ક્યાંક કંપની ઓમાંથી સામાન ચોરીના બનાવો સામે આવી રહ્યા છે જે બાદ ભરૂચ પોલીસ વિભાગ પણ હવે આવા તસ્કરોને ઝડપી પાડવા માટે સતત પેટ્રોલીંગ અને ચેકીંગ હાથધરી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજપારડી થી નેત્રંગ જતા માર્ગ ઉપર ગૂંડેચા બસ સ્ટેન્ડ પાસે રાજપારડી પોલીસ ના કર્મીઓ વાહન ચેકીંગ માં હતા દરમિયાન નેત્રંગ તરફ થી આવતી ઇકો કાર નંબર જીજે/૧૬/બીકે/૯૯૪૭ ના ચાલક ને રોકી ગાડીમાં તલાશી લેતા ગાડી ના અંદર ના ભાગે લોખંડ ની નાની મોટી પ્લેટો,લોખંડ ની સ્પ્રિંગ,લોખંડ ના હુક,ટોગલ,સહિત ના સામાન મળી આવતા પોલીસે મામલે કાર માં સવાર બંને ઇસમોની પૂછપરછ હાથધરી હતી.
પોલીસની પૂછપરછ માં બંને ઈસમોએ પોતે રાજપારડી તેમજ ઝઘડિયા વિસ્તાર માંથી સામાન ની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી તેમજ ઇકો કાર અંગે પણ પોલીસે પૂછતાં કાર ના પણ કાગળ ન હોવાનું સામે આવ્યું હતું,જે બાદ રાજપારડી પોલીસે આરોપી (૧) વિષ્ણુ ભાઈ જાંબુ ચંદુ ભાઈ વસાવા રહે,કાંટોલ સરપંચ ફળિયું,ઝઘડિયા તેમજ આરોપી નંબર (૨)નંદલાલ ભાઈ ચતુર ભાઈ વસાવા રહે,કાંટોલ મંદિર ફળિયું ઝઘડિયા નાઓ ધરપકડ કરી તેઓ સામે ગુનો દાખલ કરી કુલ ૩,૭૦,૫૦૦ નો મુદ્દામાલ નો કબ્જો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500