મુંબઈ એરપોર્ટ પરથી સ્લીપરમાં ચુપાવીને લવાતું 99 લાખ રૂપિયાનું કોકેન કસ્ટમ વિભાગે જપ્ત કર્યું હતું. આ પ્રકરણે એક નાઈજીરિયન નાગરિકની સહિત બે જણાની ધરપકડ કરવામાં આવી હતી. કોકેનનો આ જથ્થો સ્લીપરમાં છુપાવી એક કમન્સાઈન્મેન્ટ હેઠળ લાઈબેરિયાથી મોકલવામાં આવ્યો હતો. મુંબઈ કસ્ટમ વિભાગ ઝોન-ત્રણની વિશેષ ગુના શાખાએ આ કાર્યવાહી પાર પાડી હતી. સૂત્રોનુસાર ત્રણ જોડી સ્લીપરમાં છુપાવેલ આ કોકેનનો 99 ગ્રામનો જથ્થો બદલાપુરનાં એક સરનામા પર મોકલવામાં આવ્યો હતો. જોકે કસ્ટમ વિભાગને આ વાતની જાણ થતા એક કસ્ટમ અધિકારીએ કુરિયર કંપનીના કર્મચારી બની આરોપીને બદલાપુરથી પાર્સલ મેળવી લેવા જણાવ્યું હતું.
જેવા આ વ્યક્તિ પાર્સલ લેવા પહોંચ્યો કે તેને પકડી પાડવામાં આવ્યો હતો. તેની વધુ પૂછપરછ કર્યા બાદ તેણે આપેલ માહિતીનાં આધારે નવી મુંબઈથી નાઈજીરિયાનાં નાગરિકની ધરપકડ કરવામાં આવી હતી. આ બંને સામે એનડીપીએસ કાયદા હેઠળગુનો નોંધી બંનેને કોર્ટમાં હાજર કરવામાં આવતા તેમને 14 દિવસની અદાલતી કસ્ટડી ફટકારવામાં આવી હતી. જયારે થાણે જિલ્લાના મુંબ્રા ખાતેથી થાણે પોલીસના ક્રાઈમ યુનિટ-એક દ્વારા અમૃતનગર વિસ્તારમાં છાપો મારી 39.17 લાખ રૂપિયાની કિંમતનો 260 કિલો ગાંજો જપ્ત કર્યો હતો. પોલીસે આ પ્રકરણે એક વ્યક્તિની ધરપકડ કરી હતી. જોકે આ સંદર્ભે ક્રાઈમ યુનિટ-એકના સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે, આ પ્રકરણે ડ્રાઈવર તરીકે કામ કરતા એક જણની ધરપકડ કરવામાં આવી હતી. આ વ્યક્તિ આ ગાંજાનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો તેની વધુ તપાસ કરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application