વડોદરાનાં સાવલી તાલુકામાં ગભરામણ થવાથી બે વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. જેમાં ખેતીમાં કામ કરતી વખતે ગભરામણ થવાથી ગુલાબપુરા ગામનાં આધેડ અને વાસણા કોતરિયામા ઇટના ભઠ્ઠાના શ્રમજીવીનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ, ગુલાબપુરા ગામના ભાથુજી મંદિર પાસે રહેતા સુરેન્દ્રસિંહ વખતસિંહ પરમાર (ઉ.વ.50) સવારે 11:00 વાગ્યે પોતાના ખેતરમાં ખેતી કામ કરતા હતા. ત્યારે તેમને છાતીમાં દુઃખાવો થતો હોવાનું લાગ્યું હતું.
તેથી પરિવારજનોને ગભરામણ થાય છે તેમ કહેતા તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. જયારે બીજા બનાવમાં મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ વડોદરાના વાસણા કોતરિયા ગામે અસદ બ્રિક્સ નામના ઇંટના ભઠ્ઠા પર શ્રમજીવી તરીકે કામ કરતા રામદિન રામદાસ કથેરિયાને ગત સવારે 11 વાગે કામ કરતા કરતા છાતીમાં દુઃખાવો થવાથી બેહોશ થઈ ગયા હતા તેમને ગોત્રી હોસ્પિટલના લાવવામાં આવતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application