મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં મેઢા ગામની સીમમાંથી પસાર થતાં રોડ ઉપર બે બાઈક વચ્ચેનાં અકસ્માતમાં એક બાળક સહીત બે’નાં ઘટના સ્થળ ઉપર મોત નિપજ્યું હતું, જયારે મહિલા ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર આપવામાં આવી હતી. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, સોનગઢનાં લવલાચી ગામનાં ઉપલા ફળિયામાં રહેતા આકુબભાઈ શાકીયાભાઈ ગામીત (ઉ.વ.૩૨) અને તેમની પત્ની સંગીતાબેન (ઉ.વ.૩૦)નાંઓ તારીખ ૨૬/૧૦/૨૦૨૪નાં રોજ એકટીવા બાઈક નંબર જીજે/૨૬/એડી/૪૭૨૮ પર તેમના ભાઈનો ૧૪ વર્ષનો છોકરો આયુષકુમારને બેસાડીને સોનગઢ હોસ્પિટલમાં સારવાર કરાવી બાદમાં ભડભૂંજા ગામ ખાતે દેશી દવા લેવા જવાના હતા. તે સમયે મેઢા ગામની સીમમાંથી પસાર થતાં રોડ ઉપર એક યમાહા બાઈક ચાલકે પોતાના કબ્જાનું બાઈક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી આકુબભાઈની મોપેડ બાઈકને સામેથી ટક્કર મારી અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં મોપેડ બાઈક ચાલક આકુબભાઈને માથાનાં કપાળનાં ભાગે બંને આંખો ઉપર અને બંને પગે ગંભીર ઈજા થતાં મોત નિપજ્યું હતું જયારે તેમની પત્ની સંગીતાબેન માથાનાં ભાગે ડાબી બાજુ અને કાનના ભાગે તેમજ ઘૂંટણમાં ઈજા પહોંચી હતી તેમજ તેમની સાથે સવાર આયુષને પણ માથાના પાછળનાં ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું. બનાવ અંગે સુનીલભાઈ ગામીતનાંએ સોનગઢ પોલીસ મથકે અજાણ્યા ચાલક સામે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application