Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અલગ અલગ ગામોમા વીજળી પડતાં બે વ્યકિતના મોત નીપજ્યા

  • September 11, 2022 

સુરેન્દ્રનગર શહેરમાં 13 ઓગસ્ટ બાદ છેલ્લા 28 દિવસથી વરસાદ ન થતા ભાદરવાની ગરમીનો પારો 38 ડિગ્રી સુધી પહોંચી જતા લોકો આકરી ગરમીનો સામનો કરી રહ્યા હતા. જિલ્લામાં શનિવારે આખો દિવસ ગરમી અને બફારો રહ્યા બાદ સાંજે કડાકાભડાકા સાથે કાળા ડીબાંગ વાદળોએ શહેરને ઘેરી લીધું હતું. હવાની ગતિ 8 કિમી અને ભેજનું પ્રમાણ 74 ટકા રહ્યું હતું.




આગામી 4 દિવસ સુધી વરસાદી વાતાવરણ જળવાઇ રહેશેની હવામાન વિભાગે જાહેરાત કરી છે. વઢવાણ તાલુકાના કોઠારિયા ગામના છેવાડાના વિસ્તારમાં રહેતા ભૂપતભાઈ હડિયલના 13 વર્ષનો દીકરો શક્તિ ગામમાં સુંદરકાંડ હોવાથી જોવા ગયો હતો. વરસાદ,વીજળીના કડાકા ભડાકા શરૂ થતા તે ઘરે પરત ફરી રહ્યો હતો. છેવાડે ઘર આવેલું હોવાથી ચાલીને જતા ત્યાં જ મેદાનમાં એકાએક વીજળી પડતા ઘટના સ્થળે જ શક્તિનું કમકમાટીભર્યુ મોત થયુ હતું. જ્યારે વઢવાણ સતવારાપરા જેરામપરા શેરી નં.3માં રહેતા 35 વર્ષના મનજીભાઈ જવેરભાઈ મોરી ખેતરમાં પાણી પાતા હતા ત્યારે વીજળી પડતાં તેઓનું મોત થયું હતું.




ધ્રાંગધ્રા પથકમા સાંજના ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું છે. ધીમી ધારે વરસાદ પડવાની શરૂઆત થતા ગરમીમાં લોકોને રાહત થઈ છે. ચોમાસું પાકમાં કપાસ અને મગફળીના પાકને નુકસાન થવાનો ભય છે. એરડા,તલ,શાકભાજીના પાકને ફાયદો થશે. લીંબડી તાલુકામાં બપોરે ભારે બફારા બાદ મોડી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. લીંબડી રેલવે સ્ટેશન રોડ પર આવેલી સવગુણ સોસાયટીમાં વીજળી પડતાં 3 ઘરના ઈલેક્ટ્રિક ઉપકરણો બળી ગયા હતા.1 મકાનના ધાબાની પેરાફિટને નુકસાન પહોંચ્યું હતું. લાંબા વિરામ બાદ વરસાદ વરસતાં મોલાતને નવજીવન મળ્યું હતું. ચુડા તાલુકામાં સાંજે મૂશળધાર વરસાદ વરસતા લાંબા સમય પછી વરસાદ વરસતાં થોડા દિવસો માટે ધરતીપુત્રોને પિયતમાંથી છૂટકારો મળ્યો છે. શહેરના જોરાવરપરા સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. ચોકડી રોડ પર જૂના બસ સ્ટેન્ડ પાસે પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.












લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News