સુરતનાં ઇચ્છાપોરમાં ગરમીમાં રાહત મેળવવા શ્રમજીવી યુવક ત્રીજા માળે ધાબા ઉપર ગયો હતો. ત્યારે તે નીચે પટકાતા મોત નીપજ્યું હતું. જયારે બીજા બનાવમાં સચિનમાં શુક્રવારે રાતે ચોથા માળે ગેલેરીમા સુતેલો યુવાન ઉંધમાં જ નીચે પટકાતા મોતને ભેટયો હતો. નવી સિવિલથી મળેલી વિગત મુજબ ઇચ્છાપોરમાં મોરાગામમાં સ્ટાર રો હાઉસમાં રહેતો ૩૭ વર્ષીય રંજનકુમાર રાજેંદ્ર સિંહના શુક્રવારે બપોરે ઘરના ધાબાના ત્રીજા માળેથી નીચે પડી જતા ગંભીર ઈજા થઇ હતી. જેથી તેને સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સમાં નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જ્યાં ટુંકી સારવાર દરમિયાન તેનું મોત થયુ હતું.
સુત્રો જણાવ્યું હતું કે બપોરે વીજળી ડુલ થઇ હોવાથી ગરમીમાં રાહત મેળવા માટે ધાબા ઉપર બેસવા માટે ગયો હતો. ત્યારે તે નીચે પડી જતા મોતને ભેટયો હતો. તે મુળ બિહારના છપરાનો વતની હતો. તે વેલ્ડર હતા. આ અંગે ઇચ્છાપોર પોલીસે તપાસ હાથ ધરી છે. બીજા બનાવમાં સચિન જી.આઇ.ડી.સી રોડ પર ડાયમંડ ઇન્ડસ્ટ્રીયલમાં બિલ્ડીગમાં રહેતો અને ત્યાં મજુરી કામ કરતો૨૮ વર્ષીય દિપક રાજેશ સીંગ શુક્રવારે રાતે ત્યાં ચોથા માળે ગેલેરીમાં સુતેલો હતો. જોકે તે ભર ઉંધમાં જ નીચે પડી જતા ગંભીર ઇજા થઇ હતી. તેને સારવાર માટે નવી સિવિલમાં ખસેડાયો હતો. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે સચિન જી.આઇ.ડી.સી પોલીસે તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application