વડોદરામાં ઘર ખર્ચ માટે બહારથી લીધેલા રૂપિયાના ટેન્શનમાં હેર સલૂનમાં નોકરી કરતા શખ્સે ઝેરી દવા ગટગટાવી લેતાં મોત નિપજ્યું હતું. ઘટના અંગે ગોત્રી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગોત્રી ગાયત્રી નગરમાં રહેતા 42 વર્ષના રૂપેશભાઇ રામદાસભાઇ શ્રીવાસ સયાજીગંજ વિસ્તારમાં આવેલી ચેમ્પિયન હેર સલૂનમાં નોકરી કરતા હતા. તેમણે ઘર ખર્ચ માટે બહારથી વ્યાજે રૂપિયા લીધા હતા.
તે રૂપિયા પરત ચૂકવવાના ટેન્શનમાં તેઓ રહેતા હતા. જોકે તેમણે ઝેરી દવા ગટગટાવી લેતા મોત નિપજ્યું હતું. બનાવ અંગે ગોત્રી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે અન્ય એક બનાવમાં સેવાસી અર્બન રેસિડેન્સીમાં રહેતા હેમુભાઇ બાલુભાઇ પટેલ ફ્રૂટની લારી ચલાવતા હતા. છેલ્લા બે મહિનાથી તેમણે લારી બંધ કરી દીધી હતી. જોકે રાતે તેમના દીકરાઓ બહાર નાસ્તો કરવા ગયા હતા. તેમના પત્ની વાસણ ઘસતા હતા. તે દરમિયાન અંદરના રૂમમાં તેમણે ફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધું હતું. ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application