સુરતનાં કામરેજ તાલુકાનાં ધોરણ પારડી ગામની સીમમાં ઘલા પાટિયાથી બૌધાન જતા માર્ગ પર પુરઝડપે આવતી બોલેરો કારે એક બાઈકને ટક્કર મારતા બાઈક સવાર ત્રણ પૈકી બે’નાં મોત થયા હતા, જ્યારે એકને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, માંડવીનાં ગોદાવાડી ગામે રહેતો વિપુલ બાબર પટેલ (ઉ.વ.30) સાયણ ખાતે આવેલ વની ટેક્સટાઇલ કારખાનામાં હેલ્પર તરીકે નોકરી કરતો હતો. તેમજ તેની સાથે ગામનાં જ અજિતભાઈ ઉક્કડભાઈ ચૌધરી (ઉ.વ.30) અને કાર્તિકકુમાર જશવંતભાઈ પટેલ (ઉ.વ.25) પણ નોકરી કરતા હતા. ત્રણેય જણા વિપુલની બાઈક નંબર GJ/05/GF/8434 ઉપર અપડાઉન કરતા હતા.
જયારે બપોરે ત્રણેક વાગ્યાનાં અરસામાં તેઓ નોકરી પરથી પરત ફરી રહ્યા હતા. તે સમયે ધોરણ પારડી ગામની સીમમાં ઘલા પાટિયાથી બૌધાન જતા માર્ગ પર એક બોલેરો કાર નંબર GJ/05/RT/4363નાં ચાલકે પુરઝડપે હંકારી લાવી તેમની બાઈકને અડફેટમાં લીધી હતી. અકસ્માતમાં બાઈક સવાર ત્રણેયને ગંભીર ઇજા થઇ હતી. જેમાં ચાલક વિપુલનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે અજિત ઉક્કડ ચૌધરીને સુરતની સ્મીમેર હોસ્પિટલમાં લઈ જતા ત્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. કાર્તિકને માથામાં અને બંને પગે ઇજા થયેલ હોય હાલ સ્મીમેર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેનું પણ ગંભીર ઇજાને પગલે મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટના અંગે કામરેજ પોલીસે મૃતક વિપુલના પિતરાઈ ભાઈ ઈશ્વર રમેશ પટેલે બોલેરો ચાલક વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application