સુરતના વેડરોડ ખાતે દત્ત મંદિર નજીક ગુરુવારે બપોરે એકથી સાંજે પાંચ વાગ્યા સુધી તડકામાં પડી રહેલા યુવકનું મોત નિપજ્યું હતું. પોસ્ટમોર્ટમ બાદ હૃદય અને લિવરની બીમારીને લીધે યુવકના મૃત્યુની શક્યતા વ્યક્ત કરી છે.વેડરોડ સ્થિત આનંદ પાર્ક સોસાયટીમાં રહેતો સંભાજી દિલીપભાઈ પાટીલ (ઉં.વ. 30)ને ગુરુવારે સાંજે ગંભીર હાલતમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તબીબોએ તેને મૃત ઘોષિત કર્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે, ગુરુવારે બપોરે વેડરોડ ખાતે દત્ત મંદિર નજીક સંભાજી તડકામાં પડી રહેલો હતો. જેની જાણ થતા બપોરે એક વાગે પરિવારના સભ્યો તેને બોલાવવા ગયા હતા.પરંતુ સંભાજી ઘરે આવ્યો નહોતો. ત્યારબાદ સાંજે પાંચ વાગે ફરી પરિવારના સભ્યો તેને લેવા જતા સંભાજી બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. દિવસ દરમિયાન તડકામાં શેકાયેલા સંભાજીને પરિવાજનોએ ગંભીર હાલતમાં સ્મીમેરમાં ખસેડયો હતો. પરંતુ તબીબી સારવાર મળે તે પહેલા તેનું મોત થઈ ચૂક્યું હતું.ગઢડા તાલુકાના ગોરડકા ગામે રહેતા અને જી.આર.ડી જવાન તરીકે ફરજ બજાવતા કાનજીભાઈ કાથડભાઈ વાળા (ઉં.વ 48) રાત્રે નાઈટ ડયૂટી માટે ટાટમ ગામે ફરજ ઉપર થવા ઘરેથી રવાના નીકળ્યા હતા. ગોરડકા ગામના બસ સ્ટેન્ડે પહોંચતા ગંભીર હાર્ટએટેક આવતા સારવાર દરમિયાન મૃત જાહેર કરાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application