Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

યુવરાજસિંહના તોડ પ્રકરણમાં વધુ બે શખસોની ઘરપકડ, છ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા

  • April 24, 2023 

ભાવનગરમાં ડમી પરીક્ષાર્થી કૌભાંડમાં ભરતનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના પગલે છ આરોપીના રિમાન્ડ પુરા થતા તેમને જેલ હવાલે કરાયા છે. જ્યારે યુવરાજસિંહના તોડ પ્રકરણમાં વધુ બે શખસોની ઘરપકડ કરીને કોર્ટમાં રજૂ કરાતા છ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.


ભાવનગરના નીલમબાગ પોલીસમાં તોડ મામલે યુવરાજસિંહ જાડેજા સહિત છ શખસોની સામે તાજેતરમાં ફરિયાદ નોંધાઈ હતી, જેમાં પોલીસે શિક્ષક બિપીન ત્રિવેદી અને ઘનશ્યામ લાઘવાની મધરાત્રે ધરપકડ કરી હતી અને આજે કોર્ટમાં બંનેને રજૂ કર્યા હતા.જ્યાં કોર્ટે બંનેના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. બંનેની પૂછપરછમાં નવા ઘટસ્ફોટ થાય તેવી શક્યતા સેવાઈ રહી છે.


બીજી તરફ ભરતનગર પોલીસમાં નોંધાયેલી ડમી પરીક્ષાર્થી કૌભાંડમાં છ આરોપીઓને પકડીને રિમાન્ડ લેવાયા હતા, જેમાં આરોપીઓ વિપુલકુમાર અગ્રાવત, ભાર્ગવ બારૈયા, પાર્થ જાની, અશ્વિન સોલંકી, રમેશ બારૈયા અને રાહુલ લીંબડીયા રિમાન્ડ ઉપર હતા. આ તમામના રિમાન્ડ પુરા થતા તેમને જેલમાં મોકલી દેવાયા હતા. અગાઉ ચાર આરોપીઓ બાદ વધુ 6 આરોપીઓ જેલ હવાલે કરાતા ડમી કૌભાંડમાં કુલ 10 આરોપીઓ જેલમાં બંધ છે.પોલીસે ઘરપકડ કરીને રિમાન્ડ ઉપર લીધેલા ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળા નં. 38 પાનવાડીમાં નોકરી કરતો શિક્ષક બિપીન ત્રિવેદીને સરકારના નિયમો મુજબ ગણતરીના દિવસોમાં સસ્પેન્ડ કરાશે. આ અંગે શાસનાધિકારી એમ.બી. બડમાલિયાએ કહ્યું હતું કે, આ મામલે પોલીસ ડિપાર્ટમેન્ટને જાણ કરીશ કે શિક્ષક સામે પગલાં લીધા હોય તેની જાણ કરે, જે પત્ર પોલીસ તરફથી મળશે તેના આધારે શિક્ષકને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application