સુરત શહેરમાં રાહદારીઓના હાથમાંથી અને ચાલુ ટ્રેને મુસાફરોના મોબાઇલ ખેંચી લેતા એવા બે આરોપીઓની કાપોદ્રા પોલીસે ધરપકડ કરી 7 જેટલા ગુનાના ભેદ ઉકેલ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી એક મોપેડ, 11 મોબાઇલ પોન કબજે કર્યા છે.
છેલ્લા કેટલાક સમયથી સુરત શહેરમાં રાહદારીઓના હાથમાંથી કે પછી ચાલુ ટ્રેને મુસાફરોના હાથમાંથી મોબાઇલ સ્નેચિંગની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી હતી. મોપેડ કે પછી બાઇક પર આવી આરોપીઓ મોબાઇલ સ્નેચિંગ કરી ફરાર થઈ જતા હતા. આથી કાપોદ્રા પોલીસે બાતમીના આધારે મોબાઇલ સ્નેચિંગ કરતા બે આરોપીઓની ધરપકડ કરી છે.
આરોપીઓની પુછપરછમાં તેમનું નામ પ્રકાશ ઉર્ફે વિશાલ ઉર્ફે છપરી મિશ્રા તથા રાજુ ઉર્ફે નાનુ મારવાડી હોવાનું ખુલ્યું હતું.પોલીસે આરોપીઓ પાસેથી મોપેડ,11 મોબાઇલ ફોન કબજે કર્યા હતા. આરોપીઓની પુછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે,આરોપીઓ બાઇક પર આવી રાહદારીઓને ટાર્ગેટ કરતા હતા અને મોબાઇલ સ્નેચિંગ કરી ફરાર થઈ જતા હતા. ઝડપાયેલા બંને આરોપી રીઢા ગુનેગાર હોવાનું ખુલ્યું છે. તેમ જ પોલીસ તપાસમાં 7 જેટલા ગુનાના ભેદ ઉકેલાયા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500