Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

માંડવી:વરજાખણ ગામના બે ઈસમો વિદેશીદારૂની હેરાફેરી કરતા પકડાયા, કુલ રૂપિયા 5.40 લાખનો મુદ્દામાલ જપ્ત

  • September 27, 2020 

તાપી એલસીબી શાખામાં ફરજ બજાવતા હેડકોન્સ્ટેબલ લેબજીભાઈ પરબતજીભાઈને મળેલ બાતમીના આધારે સોનગઢના ચોરવાડ ગામના નેશનલ હાઇવે નંબર 53 પરથી એક કાર ઝડપી પાડી હતી.

 

તપાસ દરમિયાન સ્વીફ્ટ કાર નંબર જીજે/19/એએમ/3901 માંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી બોટલ કુલ નંગ 504 જેની કિંમત રૂપિયા 33,600/-  ના દારૂના જથ્થા સાથે (1) તરુણભાઈ નટવરભાઈ ગામીત (2) હસમુખભાઈ સામાભાઈ ગામીત બંને રહે, વરજાખણ, નિશાળ ફળિયું તા.માંડવી જી.સુરત નાઓને ઝડપી પાડવામાં હતા. આરોપીઓની પાસેથી મળી આવેલ મોબાઇલ ફોન,દારૂ અને કાર સહિત કુલ રૂપિયા 5,40,600/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

 

બનાવ અંગે હેડકોન્સ્ટેબલ લેબજીભાઈની ફરિયાદના આધારે સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કર્યો છે અને ચેંનગ્રીયો નામનો વ્યક્તિ એમડી વાઇન શોપ નવાપુર વાળા ને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application