Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉધના : અન્ડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં સફાઈ કરવા માટે ઉતરેલ બે મજૂરો ગૂંગળામણનાં કારણે બેભાન થતાં સારવાર અર્થે ખસેડાયા

  • June 24, 2023 

સુરતનાં ઉધના સીટી ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં અન્ડર ગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં સફાઈ કરવા માટે ઉતરેલા બે મજૂરો ગૂંગળામણનાં કારણે બેભાન થઈ ગયા છે. આ ઘટનાની જાણ થતાં જ ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ફાયર ટીમે બંને મજૂરોનું રેસ્ક્યુ કર્યું હતું અને ત્યારબાદ તેમને સારવાર અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના ઉધના સીટી ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં બની હતી. બંને મજૂરોને કોઈ પણ પ્રકારની સેફ્ટી વિના અંદર ગ્રાઉન્ડ ટાંકીમાં સાફસફાઈ અર્થે ઉતારવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application