વ્યારા નગરનાં કાનપુરા કુંભારવાડ વિસ્તારમાં જુના ઇંટનાં ભઠ્ઠાઓની ફરતે બનાવવામાં આવેલ કમ્પાઉન્ડ વોલ પવન ફુકાવાને કારણે ધરાશાય થઈ જતા ગંભીર દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં બે જેટલા મકાનોને મોટા પાયે નુકસાન પહોંચ્યું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વ્યારાનાં કુંભારવાડ કાનપુરા વિસ્તારમાં અગાઉ ઈંટના ભઠ્ઠાઓ ચાલતા હતા. જે ઇંટના ભઠ્ઠાઓ હાલમાં બંધ હાલતમાં છે. જોકે આ ઈંટના ભઠ્ઠાઓની ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવી હતી.
જોકે અચાનક સાંજના સમયે પવન ફૂંકાતા આ કમ્પાઉન્ડ વોલ ધરાશાય થઈ ગઈ હતી અને આ દિવાલ ધરાશાય થતા કમ્પાઉન્ડ વોલની બાજુમાં આવેલ બે જેટલા મકાનોને નુકસાન પહોંચ્યું હતું. દિવાલ ધરાશાય થવાની દુર્ઘટના સર્જાતા લોકોના ટોળેટોળા સ્થળ પર દોડી આવ્યા હતા. આ દુર્ઘટનામાં કનૈયાભાઈ સદાશિવ વસાવા અને સંજયભાઈ બાબલાભાઈ ગામીતના મકાન પર દિવાલ ધરાશાય થતા બંને પરિવાને આર્થિક નુકશાન પહોંચ્યું હતું. જોકે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી.(ફાઈલ ફોટો)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application