Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાલોડમાં ઝાડ નીચે જાહેરમાં જુગાર રમતા બે જુગારીઓ ઝડપાયા

  • July 18, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : વાલોડનાં વાલોડ-વેડછી રોડ ઉપર જમણી બાજુ વડનાં ઝાડ નીચે જાહેરમાં જુગાર રમતા બે જુગારીઓ ઝડપાયા હતા. મળતી માહિતી મુજબ, વાલોડ પોલીસ સ્ટાફનાં માણસો રવિવારનાં રોજ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં નીકળ્યા હતા તે દરમિયાન વાલોડ ચાર રસ્તા પાસે આવતા ખાનગી રાહે બાતમી મળી હતી કે, વાલોડ-વેડછી રોડ ઉપર જમણી બાજુએ વડનાં ઝાડ નીચે જાહેરમાં અમુક ઈસમો પાના પત્તા પર હાર જીતનો જુગાર રમે છે.



જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો બાતમીવાળી જગ્યાએ પહોંચતા બે ઈસમો વડનાં ઝાડ નીચે પૈસા પાના વડે હારજીતનો જુગાર રમતા હોય જેઓને પોલીસે કોર્ડન કરી ઝડપી પાડ્યા હતા. જોકે પોલીસે બંને ઈસમોને નામ પૂછતા પહેલાએ પોતાનું નામ, કલીમ શમશુદ્દીન કુરેશી (રહે.વાલોડ, ભાવના હોટલની બાજુમાં) અને બીજાનું નામ પૂછતા ઉમેશ રાજુભાઈ ગામીત (રહે.વાલોડ, ચાર રસ્તાનાં) હોવાનું જણાવ્યું હતું. બનાવ અંગે પોલીસ કર્મચારી ધર્મેશભાઈ ચૌધરીની ફરિયાદનાં આધારે બંને જુગારીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application